• શુક્રવાર, 08 નવેમ્બર, 2024

માળિયા ભંડુરી પાસે એસટી બસના ચાલકને ટ્રકે અડફેટે લેતાં મૃત્યુ બસની ક્ષતિ તપાસતા હતા ત્યારે ટ્રક કાળ બની ત્રાટક્યો

જૂનાગઢ, તા.1ર: માળિયાહાટીનાનાં ભંડુરી નજીક રાત્રે બસમાં અવાજની તપાસ કરતાં બસચાલકને ટ્રકે ચગદી નાખતા ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી જતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત પ્રમાણે રાધનપુર ડેપોની એસ.ટી.બસને ચાલક સૈફી મહમદ નૂરમામદ સિપાઈ થતા કંડક્ટર ગુલમહમદ ઉંમરભાઈ મન્સુરી ગતરાત્રે સોમનાથ ડેપોથી રાધનપુર જવા નીકળ્યા હતા. દરમિયાનમાં ભંડુરીથી ગળોદર ચોકડી વચ્ચે બસમાં અવાજ આવતા રાત્રીના 10-1પના સુમારે બસને રોડ નીચે ઉતારી ઇન્ડિકેટર ચાલુ કરી, ચાલક બસમાં ફોલ્ટ જોવા માટે બસ પાછળ જોઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવી બસ પાછળ ધડાકાભેર અથડાવતા બસ ચાલક બસ અને ટ્રક વચ્ચે કચડાઈ જતાં ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ અંગે માળિયા પોલીસે કંડક્ટર ગુલમહમદ ઉંમરભાઈ મન્સુરીની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક