• રવિવાર, 13 ઑક્ટોબર, 2024

જામનગરના વેપારી સાથે અમદાવાદ ટૂર ઓપરેટર દ્વારા 17.50 લાખની છેતરપિંડી

- ડ્રીમ હોલી ડેના ટૂર ઓપરેટરે 3ર3 ગ્રાહકનું ગોવાની ટૂરનું બુકિંગ રદ કરી પૈસા પરત ન આપ્યાની ફરિયાદ

 

જામનગર, તા.18: જામનગરમાં રહેતા મુકેશભાઈ તારાચંદભાઈ શાહ મરચા સહિતની સામગ્રીનું વેચાણ કરવા માટેની આરાધ્ય સેલ્સ એજન્સી ચલાવે છે. જેણે પોતાના ધંધાના વિકાસ માટે તેઓની પેઢી સાથે જોડાયેલા જામનગરના 3ર3 જેટલા વેપારી ગ્રાહકો કે જેઓને ર0ર0-ર1ની સાલમાં અમદાવાદથી ગોવાની ટૂરનું પેકેજ આપ્યું હતું અને તમામને જામનગરથી ત્રણ દિવસ અને ત્રણ રાતના રોકાણ સાથે ગોવાની ટ્રીપ કરાવવાનો પ્લાન કર્યો હતો. જે મુજબ દરેક વ્યક્તિ પાસેથી રૂ.1પ,800ની રકમ મેળવી હતી અને 323 ગ્રાહકોના કુલ 17 લાખ 48 હજારની રકમ અમદાવાદની પેઢી હોલી ડેના સંચાલક આનંદભાઈ સોનીને રકમ આપીને બુકિંગ કરાવ્યું હતું પરંતુ કોરોનાકાળ આવી જતા બુકિંગ કેન્સલ કર્યું હતું અને ટૂર રદ કરવામાં આવી હતી જેથી પેકેજના પૈસા અમદાવાદની પેઢીના સંચાલક પાસે પરત માગતા લાંબા સમયથી આપ્યા ન હતા.

જામનગરના વેપારીએ પોતાનું મકાન રૂ.19.50 લાખમાં વેચી નાખવાનો વારો આવ્યો હતો અને તે રકમમાંથી પોતાના ગ્રાહકોને સાચવવાના ભાગરૂપે પરત ચૂકવી દીધી હતી જ્યારે અમદાવાદની પેઢી પાસેથી પૈસાની માગણી કરવામાં આવી હતી પરંતુ તેણે કોઈપણ પ્રકારની રકમ પરત આપી ન હોવાથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને જામનગરના સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકેશભાઈ તારાચંદે અમદાવાદની પેઢીના સંચાલક આનંદભાઈ સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક