• રવિવાર, 13 ઑક્ટોબર, 2024

જામનગરમાં પરિણીતા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવવાનો પ્રયાસ ગુમ થયેલા પતિને સાસરીમાં શોધવા જતાં સાસુ, સસરા, જેઠનું કૃત્ય

જામનગર, તા.17 : જામનગરમાં શંકરટેકરીમાં રહેતી શહેનાઝ વસીમભાઇ ખફી નામની 25 વર્ષની પરિણીતા કે જેનો પતિ વસીમ એકાદ માસ પહેલા ચાર વર્ષના પુત્ર ઓસમાણને લઇને ક્યાંક લાપતા બની ગયો છે જે અંગે શહેનાઝે અગાઉ સિટી સી પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી.

પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, વસીમે શહેનાઝ સાથે બીજા લગ્ન કર્યા છે. જેના પ્રથમ લગ્ન થકી કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને કોર્ટમાં તેને હાજર ન થવું પડે તે માટે પુત્ર સાથે લાપતા બન્યો છે.

પુત્રની શોધખોળ માટે પોતાના સસરા હાજી ઓસમાણભાઇ ખફીના ઘેર ગઇ હતી. જ્યાં ઝઘડો થયા બાદ સસરા હાજીભાઇ, સાસુ ઝુબેદાબેને તકરાર કરીને પેટ્રોલ છાંટી દીધું હતું અને સળગાવી દેવાનો પ્રયાસ થાય તે પહેલા જ તેણી ત્યાંથી નીકળી હતી આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે પોતાના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સસરા હાજીભાઇ, સાસુ ઝુબેદાબેન અને જેઠ આશિફની ધરપકડ કરી છે અને પતિ વસીમની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક