• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

બેલડા ગામે ઝાડ ઉપર લટકતી પરિણીતાની લાશ મળી : પિતાનો હત્યાનો આક્ષેપ મૃતકે આગલા દિવસે ફોન કરી હેરાન કરતા હોવાનું પિતાને જણાવ્યું’તું

જસદણ, તા.9 : બેલડા ગામે રહેતી પરિણીતાની ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવતા પોલીસ અને મૃતકના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતક પરિણીતાના પિતાએ બનાવ હત્યાનો આક્ષેપ કરતા મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બેલડા ગામે રહેતી કૈલાશબેન વિશાલ તલાવડિયા નામની પરિણીતાની તેની વાડીના ઝાડમાંથી આપઘાત કરેલી હાલતમાં લટકતી લાશ મળી આવતા પોલીસ કાફલો અને મૃતક કૈલાશબેનના પિતા સહિતનો પરિવાર દોડી ગયો હતો અને મૃતદેહ નીચે ઉતારી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં કેરાળા ગામે રહેતા મૃતક કૈલાશબેનના પિતા બીજલભાઈ રામજીભાઈ દેકાણીએ તેની પુત્રીએ આપઘાત નથી કર્યે હતો પરંતુ હત્યા કરી લાશ ઝાડમાં લટકાવી દીધી હતી. પોલીસે ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં મૃતદેહ ખસેડયો હતો.

આ અંગે પોલીસે હાથ ધરેલી વધુ તપાસમાં કેરાળા ગામની કૈલાશબેનના પાંચ વર્ષ પહેલા વિશાલ સાથે લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન બે પુત્રની પ્રાપ્તિ થઈ હતી. લગ્નજીવન દરમિયાન પતિ વિશાલ જુગારની આદત ધરાવતો હોય મુંબઈ દિલ્હી જતો રહેતો અને કરિયાવરના દાગીના વેચી નાખ્યા હતા અને મારકૂટ કરતો હતો. મૃતક કૈલાશબેને આ પગલું ભર્યાના આગલા દિવસે પિતા બીજલભાઈને ફોન કરી હેરાનગતિ કરવામાં આવતી હોય કંટાળી ગઈ હોય તેડી જવાની વાત કરી હતી અને બાદમાં સમાધાન થયું હતું ત્યારબાદ આ પગલું ભરી લીધું હતું. પોલીસે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે. બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક