• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

નાની ખેરાડી ગામે ખુલ્લા કૂવામાં પડી જતા શ્રમિકનું મૃત્યું અંધારાનાં કારણે ખુલ્લો કૂવો નહીં દેખાતા બનાવ : પરિવારમાં ગમગીની

અમરેલી, તા.8 : રાજુલા તાલુકાનાં નાની ખેરાડી ગામે વાડીના ખુલ્લા કૂવામાં પડી જતા ખેત મજૂરી કરતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. રાત્રે અંધારાનાં કારણે ખૂલ્લો કૂવો નહીં દેખાતા યુવાન કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી ગયો હતો. આ બનાવથી શ્રમિક પરિવામાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના નાની ખેરાડી ગામે વણોટ જવાના કાચા રસ્તા અવેલી મંગળભાઈ લાખાભાઇ હડિયાની વાડીએ રહેતા વિક્રમાસિંગ માનસિંગ ગહલોત (ઉં. વ 35)એ કરણભાઈ દેસાઈની વાડી ભાગવી વાવવા રાખેલી હતી. વિક્રમાસિંગ મંગળભાઈની વાડીએ આવેલા મકાને ચાલીને જમવા જતા હતો દરમિયાન રાત્રે અંધારાનાં કારણે ખુલ્લો કૂવો નહીં દેખાતા તે અકસ્માતે કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવથી શ્રમિક પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક