• મંગળવાર, 18 જૂન, 2024

બે ઘોડા પર ઉભા રહીને અંગદાનની હાકલ સાથે વરરાજા જાન લઈને આવ્યા

કન્યા પક્ષે પણ ઓર્ગન ડોનેટ અવેરનેસ પ્લેકાર્ડ બતાવી જાનનું સ્વાગત કર્યું : લગ્નમાં ઉપસ્થિત તમામે અંગદાનનો લીધો સંકલ્પ

બગસરામાં લગ્નપ્રસંગે અંગદાન જાગૃતિનો સંદેશ

બગસરા, તા. ર: સૌરાષ્ટ્રના મોટા મુંજિયાસર ગામે  લગ્ન પ્રસંગે અંગદાન જાગૃતિના સંદેશ સાથે વરરાજા જાન લઈને આવ્યા હતા.

તા - 1લી ડિસેમ્બરે ભરૂચથી પાર્થ જગદીશભાઈ વાડદોરિયાની જાન બગસરાના મોટા મુંજીયાસર ગામે જવા નીકળી હતી.  જાનમાં જાનૈયાઓએ પોતાની પાસે અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ રાખ્યા હતા. જાન જ્યારે ગામ પહોંચી ત્યારે વરરાજા આકર્ષક વરઘોડો નીકળ્યો હતો. જે ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કેમ કે વરરાજા બે ઘોડા પર એક એક પગ રાખીને નીકળ્યા હતા અને હાથમાં દિલ શેઇપ માં એક પ્લે કાર્ડ હતું જેમાં સાત ફેરાના સાત સંકલ્પ પહેલા એક સંકલ્પ લીધો હતો. ‘હા, હું ઓર્ગન ડોનર છું.’

 જાનૈયાઓને હાથમાં પણ આવાજ પ્લે કાર્ડ હતા. તો વેવાઈ પક્ષે પણ પ્લે કાર્ડ સાથે રાખીને જાનનું સ્વાગત કર્યું હતું. વર કન્યા અને એના પરિવાર સિવાય લગ્નમાં હાજર રહેલા હર કોઈએ અંગદાન માટે સંકલ્પ લીધા હતા. 

આ વર વધુની લગ્નની કંકોતરીમાં પણ અંગદાન જાગૃતિ મેસેજ લખાયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક