• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

ગુજરાતમાં આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી દાહોદ 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદ, તા. 13: કમોસમી વરસાદે વિરામ લીધા બાદ તરત તીવ્ર ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ઠંડી વધી જતી હોય છે, પરંતુ આ વખતો 15 દિવસ સુધી માવઠાએ ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોને લઈ આગાહી કરી છે. જેમાં આવતા 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. આ ઉપરાંત આગામી 7 દિવસ તાપમાન પણ યથાવત્ રહેશે. ઉત્તર પૂર્વના પવનો ફુંકાતા ગુજરાતમાં તાપમાનમાં સતત નીચું નોંધાતા હાડ થીજવતી ઠંડી પડશે.

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીમાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં સતત ઘટાડો આવી રહ્યો છે. આ તમામ કારણોથી ઠંડી વધી રહી છે. આજે દાહોદનું મહતમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું.  રાજ્યમાં પવનો સાથે ભેજ  આવી રહ્યો છે જેના કારણે રાજ્યના પશ્ચિમ વિસ્તારના શહેરનું તાપમાન યથાવત છે.જ્યારે ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે જેના કારણે રાજ્યના પૂર્વ ભાગમાં તાપમાન નીચું નોંધી રહ્યું છે. નોંધનીય છે કે રાજ્યમાં તમામ શહેરોમાં 20 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાઇ રહ્યંy છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક