મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલા સહિત અનેક જિલ્લામાં હતા મ્યુલ એકાઉન્ટ
ગૃહમંત્રી
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને સૌથી મોટી કાર્યવાહીની જાણકારી આપી
અમદાવાદ,
તા.8 : ગુજરાત સાયબર ક્રાઇમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલા
સહિત અનેક જિલ્લાઓમાં કાર્યરત એક મોટા ‘મ્યુલ એકાઉન્ટ’ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે,
જે પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધો ધરાવે છે.
નાયબ
મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને સૌથી મોટી કાર્યવાહીની જાણકારી
આપી છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા મળી છે. ગુજરાતમાંથી પાકિસ્તાન
કનેક્શન ધરાવતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્કે સમગ્ર ભારતમાં 386 સાયબર
ક્રાઇમ કેસ સાથે જોડાયેલા 100થી વધુ મ્યુલ એકાઉન્ટ્સનું સંચાલન કર્યું હતું. આ મ્યુલ
એકાઉન્ટ તપાસમાં વિગત સામે આવી ચૂકી છે. જેમાં કુલ રૂ.200 કરોડથી વધુની છેતરાપિંડીનો
સમાવેશ થાય છે.
ગુજરાત
સાયબર ટીમે શરૂઆતના ભારતીય ખાતાઓથી લઈને ક્રિપ્ટોકરન્સી વ્યવહારો સુધીના સાત સ્તરે
નાણાંના વ્યવહારોને નજીકથી શોધી કાઢ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે રૂ.10 કરોડ પાકિસ્તાની
ઇશક્ષફક્ષભય ઞજઉઝ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેને ભારતીય ખાતાઓમાંથી
કુલ રૂ.25 કરોડથી વધુ પ્રાપ્ત થયા હતા. આ નેટવર્ક ગેંગ માટે ભંડોળના મુખ્ય સ્ત્રોતોમાંનું
એક છે. આ અંગે તપાસમાં બીજા અનેક ઘટસ્ફોટ થાય તેવી પણ શક્યતા છે.