રાજ્યના કોઈ પણ ભાગમાંથી સડેલી, પલળી ગયેલી મગફળી લાવવા અપીલ: 75 ટકા વળતર અપાશે
જેસર:
જેસરમાં આવેલ એફ.એસ.ઇન્ડસ્ટ્રીઝના માલિક હાજી
ફારૂકભાઈ સૈયદ તેમજ હાજી અંજુમભાઈ સૈયદ ખેડૂતોની વહારે આવ્યા છે.
તેઓએ
એવી જાહેરાત કરી છે કે ખેડૂતોની મગફળી જે પણ કન્ડિશનમાં હોય, બગડી કે ખરાબ થઈ ગયેલી,
પલળી ગયેલી હોય તેવી મગફળી એફ.એસ.ઇન્ડસ્ટ્રીઝમાં 75% ના વળતર સાથે સારા ભાવ આપી ખરીદી
કરવામાં આવશે.
જેસર
પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન
થયું છે તેના અનુસંધાને ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ વિરેન્દ્રાસિંહ સરવૈયાએ એફ.એસ.
ઇન્ડસ્ટ્રીઝના માલિકને રજૂઆત કરી હતી, તેની
સાથે સતત બે દિવસથી બેઠકો યોજી હતી. ખેડૂતોને પૂરતો ભાવ મળે તેના કારણે નુકસાનીમાંથી
ઉભા થાય તેવી ચર્ચા એફ.એસ. ઇન્ડસ્ટ્રીઝના માલિક સાથે કરવામાં આવી હતી.
આથી ઇન્ડસ્ટ્રીઝના માલિક દ્વારા ખેડૂતોની લાગણી અને
માંગણીને માન આપી નિર્ણય લેવાયો છે. તે મુજબ ગમે તેવી મગફળી હોય પલળી ગયેલી ,ઊગી ગયેલી,
ગોગડા થઈ ગયેલી અને ખરાબ થઈ ગયેલી મગફળી ઓલ ગુજરાત તેમજ ઓલ ઇન્ડિયામાંથી લાવવામાં આવે
તો જેસરની એફ.એસ. ઇન્ડસ્ટ્રીઝમાં 75% ના ભાવ
સાથે ખરીદવામાં આવશે.
સવારના
આઠ કલાકથી રાત્રેના દસ કલાક સુધી મોબાઈલમાં સંપર્ક કરી શકાશે. ઇન્ડસ્ટ્રીઝના માલિક
ફારૂકભાઈ સૈયદનો મોબાઈલ નંબર 94294 60786 તેમજ 94285 60786 છે. ગમે તે જિલ્લા કે રાજ્યનો
ખેડૂત હોય તેમને મગફળીનો પૂરતો ભાવ આપવાની પૂરેપૂરી મહેનત કરવામાં આવશે. ખેડૂતોને જે
નુકસાની ગઈ છે તેના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું હાજી અનજુભાઈ સૈયદે જણાવ્યું છે.