• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

જસદણ નજીક કાર વીજપોલ સાથે અથડાતા બે લોકોનાં મૃત્યુ સ્થાનિક લોકોએ બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા

જસદણ, તા.7: જસદણ તાલુકાના કનેસરા અને ખડવાવડી તરફ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ, કનેસરા-ખડવાવડી રોડ વચ્ચે અકસ્માત થયો હતો. ઓવર સ્પીડમાં દોડી રહેલી કાર પરથી ચાલકે કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર રોડ પરના એક વીજપોલ સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા કારમાં સવાર ખડવાવડી ગામના રહેવાસી સામતભાઈ માધાભાઈ મકવાણા અને સંજયભાઈ પ્રેમજીભાઈ પલાળીયાનું ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અકસ્માત બાદ કાર વીજપોલ સાથે અથડાતા દબાઈ ગયેલા બન્ને મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ભાડલા પોલીસે બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક