• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

વંદે માતરમ્ના 150 વર્ષની ઉજવણી આજે રાજ્યની તમામ સરકારી કચેરીઓનો

સમય સવારે 9.30થી સાંજે 5.10 સુધી રહેશે

રાજ્યભરમાં સમૂહગાન અને સ્વદેશીના શપથ કાર્યક્રમો યોજાશે

અમદાવાદ, તા.6 : ગુજરાત સરકારે દેશના સ્વાતંત્ર્ય ચળવળના પ્રેરણાસ્થાન રહેલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના 150મા વર્ષની વિશાળ સ્તરે ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે, જેના ભાગરૂપે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક વિગતવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર, 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, જિલ્લા પાલિકા તથા નગરપાલિકાઓનો સમય સવારે 9:30થી સાંજે 5:10 સુધીનો રહેશે.

ઉજવણીના મુખ્ય ભાગરૂપે, દરેક વિભાગો અને કચેરીઓમાં સવારે 9:30 વાગ્યે અધિકારીઓ  અને કર્મચારીઓએ વંદે માતરમ્ રાષ્ટ્રગીતનું સંગીત સાથે સમૂહમાં ગાન કરવાનું રહેશે અને ત્યારબાદ સ્વદેશીના શપથ લેવાશે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને સ્વાભિમાનની ભાવનાને મજબૂત બનાવવાનો છે. અધિક સચિવ જ્વલંત ત્રિવેદી દ્વારા આ પરિપત્રનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠની ઉજવણી અંતર્ગત રાજ્યસ્તરે મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. આ ઉપરાંત, જિલ્લા સ્તરે પણ જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સવારે 9:30 વાગ્યે વંદે માતરમના સમૂહગાનમાં સહભાગી થશે

ઇ-પેપરના નવા શુલ્ક