• રવિવાર, 09 નવેમ્બર, 2025

મોરબીના વેપારીઓ સાથે 1.72 કરોડનું ફ્રોડ કરનાર એક ઝડપાયો

સાયબર ટીમે દિલ્હીથી દબોચી લીધો

મોરબી, તા.12: ઓનલાઈન ગુગલ પર કંપની બનાવી વિદેશમાં વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ સાયબર ફ્રોડથી પડાવતી ગેંગે મોરબીના વેપારી સાથે રૂા.1,72,88,400/-નું ફ્રોડ આચરતી ગેંગના એક સભ્યને દિલ્હી ખાતેથી મોરબી સાયબર ક્રાઈમ ટીમે પકડી લીધો છે.

મોરબીના વેપારી કે જેઓ કોકોપીટનું પ્રોડક્શન કરતા હોય અને તેઓને પોતાનો વેપાર વિદેશમાં કરવો હોય જેથી તેઓ ગુગલસર્ચ ઉપર તપાસ કરતા ઉપરોક્ત કંપનીનો સંપર્ક સાધતા ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી.કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી.ના વેપારીને ઓનલાઈન માહિતી આપી તેઓની પ્રોડક્ટનું હોંગકોંગની અઈઊજ ઝછઅઉઈંગઋ નામની કંપનીમાં ડીલીંગ કરાવી આપવાના બહાના તળે આ બંન્ને કંપનીના માલિક, મેનેજર તથા એમ્પ્લોય એમ બધા સંગઠીત થઈ અલગ અલગ સ્કીમો તથા તેના ચાર્જ તળે કંપનીના ડાયરેક્ટર, મેનેજર તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓ મારફતે વોટસએપ, ટેલીફોનીક વાતચીત તથા ઈ-મેઈલ સંદેશા વ્યવહાર મારફતે ફરિયાદી દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજા (રહે.મોરબી)ને એવીયર ઈમ્પેક્ષ નામની કંપની ચલાવી કોકોપીટનું પ્રોડક્શન વિદેશમાં એક્ષ્પોર્ટ કરવાના બહાને ફરિયાદી પાસેથી વર્ષ 2023 થી 2025 સુધીમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂા.1,72,88,400/-ની રકમનું ટ્રાન્ઝેક્શન કરાવી ફરિયાદીને હોંગકોંગમાં કોઈ જ વેપાર ધંધો કે માલ એક્ષ્પોર્ટ ન કરાવી આપતા ફરિયાદીએ આ ત્રણેય કંપની વિરૂદ્ધ રૂા.1,72,88,400/- જેટલા નાણા પડાવી લેવા અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં દિલ્હીથી ધનંજય પ્રદીપભાઈ શર્માને ઝડપી લીધો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક