• સોમવાર, 20 જુલાઈ, 2026

જૂનાગઢ ભવનાથમાં આજથી કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિર ખુલ્લી મૂકાશે

જૂનાગઢ, તા.9 : ગિરનારની ગોદ ભવનાથના પ્રેરણાધામ ખાતે કોંગ્રેસની દસ દિવસીય પ્રશિક્ષણ શિબિરનો આવતીકાલ તા.10ના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ  મલ્લિકાર્જુન ખડગે, પ્રારંભ કરાવશે. આ શિબિરમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના અનેક રાષ્ટ્રીય નેતા ઉપસ્થિત રહેશે.         

ભવનાથ તળેટીમાં આવતીકાલે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેના હસ્તે કોંગ્રેસની પ્રશિક્ષણ પ્રારંભ થશે.જેમા ભાજપ સરકારના અન્યાય, અત્યાચાર અને ભ્રષ્ટાચાર સામે લડત માટે ખાસ ચર્ચા થશે.કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિર અંગે માહિતી આપતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સર્કિટ હાઉસ ખાતે જણાવ્યુ હતું કે, પ્રશિક્ષણ શિબિરમા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. ઉપરાંત સામાજિક ક્ષેત્રે જોડાયેલા અનેક મહાનુભાવો પણ હાજર રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં ભાજપ સરકારની નીતિથી યુવાઓ રોજગાર વગરના થયા છે અને કાયમી સરકારી ભરતી પણ થઈ રહેલ નથી. વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે. આ શિબિરના સ્થળ માટે જૂનાગઢની પસંદગીને લઇ અમિત ચાવડાએ કહ્યંy હતું કે આ પાવન ભૂમિ છે. અહીં સૌરાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં છે અને અહીંના પ્રશ્નોને વાચા મળે તે હેતુથી આ સ્થળની પસંદગી કરાય છે.

આગામી દિવસોમા સંગઠનને મજબૂત કરવા માટે હાલ પ્રયાસો થઈ રહ્યા છે ઉપરાંત વોટ ચોરીને લઈને કોંગ્રેસના કાર્યકરો લોકોના ઘરે ઘરે જઈ મતદાર યાદીની તપાસ કરી આ કૌભાંડને બહાર લાવવા માટે પણ પ્રયત્નો કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક