• ગુરુવાર, 18 જૂન, 2026

હળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબી જતા સગીર અને યુવાનના મૃત્યુ

મોરબી, તા.9: ચંદ્રગઢ ગામે કેનાલમાં પાણી ભરવા ગયેલા 15 વર્ષનો સગીર ડૂબતા 23 વર્ષીય યુવાન તેને બચાવવા પાણીમાં કુદ્યો હતો અને કેનાલના પાણીમાં ડૂબી જતા બન્નેના મૃત્યુ થયા છે. હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં વાડીએ રહેતા હિતેશ ભાવેશભાઈ રાઠવા (ઉં.વ.15) નામનો સગીર ગત તા. 7 ના રોજ બપોરે કેનાલમાં પાણી ભરવા જતા અકસ્માતે પગ લપસી જતા કેનાલમાં પડી ગયો હતો. જેથી અશ્વિન સંજય રાઠવા (ઉં.વ.23) નામનો યુવાન તેને બચાવવા પાણીમાં કૂદી ગયો  હતો, બન્નેના પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયા છે. હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક