(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,
તા. 8 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફની સલામતી બાબતે અને
સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા મામલે કોઈપણ કોલેજને છુટ આપવા માગતી ન હોય તેમ તમામ
કોલેજો માટે ફાયર એનઓસી રજૂ કરવું ફરજિયાત કર્યું છે.
સૌરાષ્ટ્ર
યુનિવર્સિટી સંલગ્ન ર35થી વધુ કોલેજ છે. રાજકોટમાં અગાઉ બનેલા ટીઆરપી ગેમ ઝોન કાંડ
બાદ રાજ્યભરની ઈમારતોમાં ફાયર એનઓસીનો મામલો સામે આવ્યો હતો. જેમાં સરકાર અને ફાયર
બ્રિગેડ દ્વારા લાંબી કવાયત બાદ 9 મીટર કે તેનાથી વધુ ઉંચાઈ ધરાવતી ઈમારતમાં ફાયર એનઓસી
લેવું ફરજિયાત કર્યું હતું. જેના અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ આ નિયમ સંલગ્ન કોલેજ
માટે લાગં પાડયો હતો. દરમિયાન આજે તારીખ 8 સપ્ટેમ્બર 2025ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
દ્વારા જાહેર કરાયેલા નવા આદેશ મુજબ અગાઉ તારીખ ર1 જૂનના રોજ મળેલીઓનલાઈન મીટીંગમાં
થયેલા નિર્ણય અનુસાર હવે જે કોલેજોનું બાંધકામ 9 મીટર કે તેના કરતા ઓછું છે તેમને પણ
ફાયર એનઓસી ફરજિયાત રજૂકરવાનું રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સર્વે કોલેજના
સંચાલક-આચાર્યોએ આગામી વર્ષ 2026-27ની જોડાણ અરજીમાં ફાયર એનઓસી ફરજીયાત જોડવાનું રહેશે,
એમ કુલસચિવે તમામ સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ તથા સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને સંબોધીને આદેશ
કર્યો છે.