35 લોકોને શીશામાં ઉતારનાર મહિલા સામે બે ફરિયાદ
અમદાવાદ, તા. 19: અમદાવાદના ચાંદખેડામાં
રહેતા મહિલાએ 6 મહિનામાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી લીધા ની ચોંકાવનારી ઘટના સામે આવી
છે. 35થી વધુ લોકો પાસેથી 2.20 કરોડ રૂપિયાનું મહિલાએ ચીટીગ કરતા પોલીસે ગુનો નોંધ્યો
છે.
જગતપુર વિસ્તારમાં આવેલા ગોદરેજ
પાઇનક્રેસ્ટ ખાતે રહેતી સપના પીઠડીયાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જીગીશા જાદવ વિરુદ્ધ
કરોડો રૂપિયાની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. જેમાં વર્ષ 2018માં સપના જ્યારે ગાંધીનગર
કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે તેની સાથે જાગિષા જાદવ પણ કામ કરતી હતી. બન્ને વચ્ચે ઓળખાણ થઇ હતી અને
મિત્રતા બંધાઇ હતી. છ મહિના બાદ સપનાએ નોકરી છોડી દીધી હતી. 2020માં જાગિષા અને સપના ફરી સંપર્કમાં આવ્યા હતા
ત્યારે જિગિષાએ સપનાને જણાવ્યુ હતુંકે હું સુરત ખાતે રહું છું અને મે ગ્રો મની નામની
ટ્રેડીગ કંપની ચાલુ કરી છે.
જેમાં નફો અને વ્યાજની લાલચમાં
સપનાએ પાંચ લાખ રૂપિયાનુ રોકાણ કર્યું હતું. સપનાના રેફરન્સમાં કુલ 34 લોકોએ રોકાણ
કર્યુ હતું. સપના જિગિષાની એજન્ટ બની ગઇ હતી
અને તેણે પોતાના ઓળખીતા લોકોને ઇન્વેસ્ટ કરાવ્યા હતા. સપનાએ વધુ લાલચમાં 25 લાખનું
રોકાણ કર્યુ હતુ પરંતુ બે મહિના સુધી વ્યાજ આપ્યા બાદ જાગિષાએ રૂપિયા આપવાનું બંધ કરી
દીધુ હતું. સપનાએ ઓળખીતાના 2.20નું રોકાણ કરાવ્યા બાદ જિગિષાએ ઠગાઇ આચરી હતી. ચાંદખેડા
પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉપરાંત વેજલપુરમાં રહેતા અને દાગીના ની ડીઝાઇન બનાવવાની કામગીરી કરતા કમલેશ,
જાદવે પણ જિગિષા અને તેની ટીમ વિરૂદ્ધ છેતરાપિંડી, ધમકીની ફરિયાદ કરી છે.