બે
મુસાફરે
પેન્ટના
કમરના
ભાગે
પ્લાસ્ટિકની
સ્ટ્રીપમાં
સંતાવ્યું
હતું
સોનું
અમદાવાદ,
તા.ર4:
અબુધાબીથી
દાણચોરી
કરી
અમદાવાદ
એરપોર્ટ
પર
લવાયેલુ
રૂ.ર.76
લાખનું
સોનું
એર
ઈન્ટેલીજન્સ
યુનિટે
પકડયું
હતું.
બે
મુસાફર
પેન્ટના
કમરના
ભાગે
પ્લાસ્ટીક
સ્ટ્રિપમાં
સોનુ
સંતાડી
લાવ્યા
હતા.
સ્કેનિંગ
મશીનમાં
પકડાય
નહીં
તે
માટે
ભેજાબાજોએ
સેમી
લિક્વિડ
ફોર્મમાં
કેમિકલ
સાથે
મિક્સ
કરી
સોનું
રાખ્યું
હતું.
આજે
અબુધાબીથી
આવેલા
બે
પ્રવાસીને
ઝડપી
તપાસ
કરતાં
તેમની
પાસેથી
ત્રણ
કિલો
ગોલ્ડ,
બે
સોનાની
ચેઈન
અને
એક
સોનાનો
સિક્કો
મળ્યો
હતો.
જે
બે
શખસ
ઝડપાયા
છે
એમાં
એક
પેસેન્જર
પાસેથી
1543 ગ્રામ
અને
અન્ય
પેસેન્જર
પાસેથી
1507 ગ્રામ
સોનું
મળતા
બન્નેની
ધરપકડ
કરી
વધુ
કાર્યવાહી
હાથ
ધરવામાં
આવી
છે.
એક
વર્ષમાં
પ0
કરોડનું
દાણચોરીનું
સોનું
પકડાયું
એક
વર્ષમાં
અમદાવાદ
એરપોર્ટ
પરથી
કસ્ટમ
વિભાગ
દ્વારા
રૂ.
પ0
કરોડના
સોનાની
જામચોરી
ઝડપી
પાડી
છે.
જેમાં
માત્ર
કેરિયર
કે
એરલાઈન્સનો
સ્ટાફ
નહીં,
પરંતુ
એરપોર્ટ
સ્ટાફ
અને
કસ્ટમ્સના
સિનિયર
અધિકારીઓની
પણ
સ્મગ્લિંગમાં
સંડોવણી
સામે
આવી
હતી
એને
પગલે
કસ્ટમ
વિભાગના
સિનિયર
અધિકારીઓની
આખી
ટીમને
એરપોર્ટ
પર
તહેનાત
કરી
દેવામાં
આવી
છે.
એના
કારણે
કસ્ટમ
વિભાગે
માર્ચથી
ફેબ્રુઆરી
દરમિયાન
એક
વર્ષમાં
રૂ.
પ0.ર0
કરોડનું
કુલ
66 કિલો,
ર4
કેરેટ
સોનાની
દાણચોરી
ઝડપી
પાડી
છે.