• રવિવાર, 09 નવેમ્બર, 2025

જામનગર : જમીન વેચાણના કેસમાં વકીલને 7 વર્ષની સજા

કોર્ટના હુકમનામામાં ચેડાં કરી દસ્તાવેજ બનાવી જમીન વેચી નાખી

જામનગર, તા.18 : ઢીચડા ગામે આવેલી ર4 વીઘા જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચાણ કરવામાં આવ્યાની સૌભાગ્ય વેરસી દોઢિયા, હર્ષીલ સૌભાગ્યચંદ્ર દોઢિયા, રુધા બાબુ રાવલિયા, અમીત રુધા રાવલિયા, વકીલ રાજેશ લાભશંકર પંડયા, ભરત ખીમજી મથ્થર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ઢીચડા ગામે ભાયુભાગની જમીન ધરાવતા ફરિયાદીના ભાગમાં આવેલી ર4 વીઘા જમીન વકીલ સહિતના શખસોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી વેચાણ દસ્તાવેજ કરી વેચી નાખી હતી. વકીલ રાજેશ પંડયાએ વચગાળાની મનાઈ હુકમની અરજીના હુકમમાં છેડછાડ કરી રદને બદલે મંજૂર કરી નાખ્યું હતું. પોલીસે વકીલ સહિત છ શખસની ધરપકડ કરી હતી.

આ અંગેની કેસ ચાલી જતાં કોર્ટે વકીલ રાજેશ લાભશંકર પંડયાને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સજા ફટકારતો હુકમ કર્યે હતો અને રૂ.પ હજારનો દંડ કર્યે હતો અને અન્ય પાંચ શખસને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યે હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક