અમદાવાદ, તા. 16: ગૌણ સેવા પસંદગી
મંડળ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ગૌણ સેવાની પરીક્ષા હવેથી અંગ્રેજીની
સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે તેવી માહિતી મળી હતી. આ ઉપરાંત તમામ પરીક્ષાનો સિલેબસ
પણ મંડળ દ્વારા ગુજરાતીમાં ઉપલબ્ધ કરાશે.
અત્યાર સુધી સિલેબસ અને પેપર
અંગ્રેજીમાં આપવામાં આવતા હતા ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી લાખો ઉમેદવારોને
ફાયદો થશે. જોકે ગૌણ સેવા પસંદગી મંડળ એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.
આ સાથે ગૌણ સેવા પસંદગી મંડળ
દ્વારા દરેક સિલેબસમાં માર્કસ મુકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી
મંડળના ચેરમેન તુષાર ધોળકિયા દ્વારા ઉમેદવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેથી આગામી સમયમાં ગૌણ સેવા પસંદગી મંડળ જે પણ પરીક્ષા લેવામાં આવશે તેમાં ઉમેદવારોને
ઘણો ફાયદો થશે.