• શુક્રવાર, 08 નવેમ્બર, 2024

રાજસ્થળી ગામે ખાણખનીજ વિભાગના અધિકારી પર ત્રણ શખસનો હુમલો મોબાઈલ તોડી નાખી ધમકાવ્યા

અમરેલી, તા.10 : રાજસ્થળી ગામે શેત્રંyજી નદીના પટમાંથી રેતીની ચોરી થતી હોવાની બાતમીના આધારે અમરેલી ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ.ભાવેશ સાધુ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા રાજસ્થળી ગામના સૈયદ અબ્બાસહુશેન અલી બુખારી ઉર્ફે બાપુડી, મહમદ આદીક હુશેનઅલી બુખારી અને હાસમઅલી હુશેનઅલી બુખારી નામના શખસો બે ડમ્પરમાં જેસીબીથી અને લોડર મશીનની રેતી ચોરી કરતા હતા.

આથી રોયલ્ટી ઈન્સ. સહિતના સ્ટાફે અટકાવતા ત્રણેય શખસે અધિકારીઓ અને સ્ટાફ પર હુમલો કર્યો હતો અને મોબાઈલ તોડી નાખી ધમકી આપી વાહનો લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણેય શખસ સામે ફરજ રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક