ચક્ષુદાન
રાજકોટ: મોઢ વણિક સમાજ રાજકોટના જ્ઞાતિ રત્ન મુકસેવક વરિષ્ઠ અગ્રણી અમૃતલાલ નરોતમદાસ મેસવાણીનું દુ:ખદ અવસાન થતા તેમના પુત્રો રાજકોટ મ્યુલિ. કોર્પો.ના કેમિસ્ટ કેતનભાઇ અને જીજ્ઞેશભાઇ, પરિવારજનોએ પોતાના પિતાશ્રીના ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ચક્ષુદાન વિવેકાનંદ યુથ કલબનાં માર્ગદર્શન મુકેશભાઇ દોશી, કન્વીનર અનુપમભાઇ દોશી જૈન સોશિયલ ગ્રુપનાં આશ્રય કમિટી ચેરમેન આઇ ડોનેશન ડ્રાઇવનાં ઉપેનભાઇ મોદી દ્વારા ચક્ષુદાન કરાવવામાં આવેલ. આ બન્ને સંસ્થાનું 96મું ચક્ષુદાન છે.
ગોંડલ: મૂળગામ ગણોદ હાલ ગોંડલ અનિરૂદ્ધસિંહજી દાદુભા જાડેજા (ઉ.91) તે સ્વ. પ્રતિપાલસિંહ, રવીન્દ્રસિંહ, અમરજીતસિંહ (રાજદીપ કન્સ્ટ્રક્શન-ગોંડલ) રણવીરસિંહના પિતાશ્રીનું તા.ર4ના અવસાન થયું છે. બેસણુ તા.ર6ના સવારે 10થી સાંજે 6 સુધી ભાઈઓ માટે બાલા હનુમાનજીની વાડી, રણછોડનગર, નિવાસ સ્થાન પાસે, ગોંડલ મુકામે, બહેનો માટે તેમના નિવાસ સ્થાને રણછોડ નગર, કે.વી.રોડ, લાલપુલ પાસે ગોંડલ છે.
ગોંડલ: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ જયેશભાઈ વેણીલાલ મહેતા (ઉં.પ6)તે પંકજભાઈના ભાઈ, ભારતીબેનનાં પતિ, ડિંકીબહેન તથા પાર્થીવભાઈના પિતા, જામનગર નિવાસી ચંદ્રશેખર હરિલાલ પંડયા, મુકેશ એચ.પંડયાનાં બનેવીનું તા.રપના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર6નાં સાંજે 4 થી 6 અરુણ કોલોની કોમ્યુનિટી હોલ, આઈટીઆઈ પાસે,
ગોંડલ છે.
જૂનાગઢ: સ્વ.અમિતભાઈ (દડુ) મજમુદારના પત્ની નિશાબેન (ઉ.પ8)તે દ્રષ્ટિ કૃણાલ ધોળકીયા અને ખુશ્બુ પલ્લવ ધોળકીયાના માતુશ્રી, જયદીપ દિગ્વિજય (કજુ)ના ભાભીનું તા.રપના અવસાન થયું છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
કેશોદ: સ્વ.રસિકલાલ મગનલાલ કાનાબાર (કાલવાણી) વાળા (ઉ.7ર) તે રસિકલાલ એન્ડ કંપની કેશોદવાળા મનીષભાઈ, ભાવેશભાઈનાં પિતાશ્રી, હરિદાસ કરસનજી પોપટ પંચાલાનાં જમાઈ, અરવિંદભાઈ, મનુભાઈ (બોમ્બે), અને દિલીપભાઈનાં મોટાભાઈનું તા.રપનાં અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.ર6ના સાંજે 4 થી પ દશનામ ગૌસ્વામી સમાજ જલારામ મંદિરની સામે,
કેશોદ છે.
પોરબંદર: દીપકભાઈ ત્રીભોવનદાસ માખેચા (ઉ.પ4) તે દીપાબેનના પતિ, નીલના પિતાશ્રી, નીલાબેન રસીકભાઈ મશરૂ (જામનગર), ભાવનાબેન નરેન્દ્રભાઈ ધનેશા (વેરાવળ)ના ભાઈ, વજુભાઈ, બીપીનભાઈ અને સતીષભાઈના ભત્રીજાનું તા.રપના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સસરાપક્ષની સાદડી તા.ર6ના સાંજે પ થી પ.30 લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈબહેનોની સંયુક્ત છે.
વેરાવળ: નાથાલાલ હીરાલાલ ઉદેશી (ભાટીયા) (ઉ.89) તે નિતીનભાઈ, સંજયભાઈ (એચ.એમ.આંગડીયા), દિનેશભાઈ, વિપુલભાઈ, જાગૃતિબેન ભરતકુમાર વેદ (રાજકોટ)ના પિતાશ્રીનું તા.ર4ના અવસાન થયું છે. ઉઠમણું તા.ર6નાં સાંજે 4 થી પ કાશી વિશ્વનાથ મંદિર, રેયોન હાઉસીંગ સોસાયટી,
વેરાવળ છે.
વિસાવદર: સ્વ.વૃજલાલ કાનજીભાઈ ચોટાઈના પત્ની કાંતાબેન (ઉ.94) તે કિશોરભાઈ, ભરતભાઈ, દિનેશભાઈ, રાજુભાઈ, રંજનબેન નરોતમદાસ પટેલીયા (તાલાલા) તથા ભારતીબેન ભરતકુમાર નગદિયા (વિસાવદર) તથા ચંદ્રિકાબેન, શોભનાબેનના માતા, પોપટલાલ નાથાલાલ ચાંદ્રાણી (મેંદરડા)ના પુત્રી, સ્વ.કેશુભાઈ, સ્વ.જેન્તીભાઈ, સ્વ.ધીરૂભાઈ, મનસુખભાઈ (ગટુભાઈ) તથા સ્વ.શારદાબેન નટવરલાલ રામાણી (કેશોદ)ના બેનનું તા.ર4ના અવસાન થયું છે. બેસણુ તા.ર6ના સાંજે 4 થી 6 ગાયત્રી મંદિર, ડોબરીયા પ્લોટ વિસાવદર છે, પિયર પક્ષની સાદડી સાથે છે.
સુત્રાપાડા: નથુ ઔદિચ્ય ગોહિલવાડ બ્રાહ્મણ ઓખા નિવાસી હાલ સુત્રાપાડા સ્વ.શશીકાંતભાઈ મગનલાલ વ્યાસના પત્ની ત્રિલોચનાબેન (ઉ.7ર) તે આશિષભાઈ, અલ્પેશભાઈના માતૃશ્રી, ગીરધરલાલભાઈના નાના ભાઈના પત્ની, સ્વ.ચંદુભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, સ્વ.રસિકભાઈ, વિનુભાઈના ભાભી, પ્રાચી નિવાસી મુકુન્દરાય દિવેશ્વર પંડયાના દીકરી, ગીરીશભાઈ (સાગર ગ્રુપ પ્રાચી)ના મોટાબેનનું તા.ર3ના અવસાન થયું છે. બેસણુ/ઉઠમણુ તા.ર6નાં બપોરે 4 થી 6 બ્રહ્મપુરીની વાડીમાં સુત્રાપાડા, સાસરીયા, પિયર પક્ષ તરફથી રાખેલ છે.
સાવરકુંડલા: સુમતિબેન બોરીસાગર (ઉ.83) તે છોટાલાલ હરિશંકર બોરીસાગરના પત્ની, જીતેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, કેતનભાઈ, પિયુષભાઈ તથા હર્ષાબેન રમેશભાઈ શિલુ (જેતપુર)ના માતુશ્રી, પરેશભાઈ પ્રભુલાલભાઈ બોરીસાગરના કાકીનું તા.ર4ના અવસાન થયું છે. બેસણુ તા.ર9નાં સાંજે 4 થી 6 દેવલાગેટ, પીપળાવાળી શેરી, શિવકૃપા, સાવરકુંડલા છે.