ચક્ષુદાન
રાજકોટ:
કડવા પટેલ સમાજ રાજકોટના જી.આઇ.ડી.સી. મેટોડાના સ્થાપક પ્રમુખ સ્વ. કિશોરભાઇ કડવાણીના
પત્ની, રસીલાબેન (શીલાબેન)નું અવસાન થતા ગિરીશભાઇ કડવાણી પ્રેરણાથી સદગતના પુત્ર, ઇશાનભાઇ,
પુત્રી ખુશ્બુબેને ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઇને સહમતીથી સ્વ.ના રસીલાબેન ચક્ષુઓનું
દાન કરેલ છે. ચક્ષુનું દાન માટે વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શન મુકેશભાઇ દોશી તથા
ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમભાઇ દોશી, ઉપેનભાઇ મોદી કાર્યરત હતા. ચક્ષુદાન
માટે ડો. શર્મેશ શાહનો સહકાર મળેલ હતો.
જામનગર:
ગૌરાંગભાઇ ત્રિવેદી (ઉ.45) તે દિનકરરાય રણછોડદાસ ત્રિવેદીના નાના પુત્ર, સ્વ. જયોતિન્દ્રભાઇ,
નરેન્દ્રભાઇ, હિતેશભાઇના ભાઇ, વિદ્યાબેન ગૌરાંગભાઇ ત્રિવેદીના પતિ, ભૂમિબેન ગૌરાંગભાઇ
ત્રિવેદીના પિતાશ્રી, ધર્મેન્દ્રભાઇ બાબુલાલ મહેતાના જમાઇનું તા.7ના અવસાન થયું છે.
બેસણું: તા.8નાં સાંજે 4-30 થી 5-30 સર્વેશ્વર મહાદેવ મંદિર, શાંતિનગર શેરી નંબર-6,
જામનગર છે.
રાજકોટ:
સ્વ. સોની નરેન્દ્રભાઇ શાંતિલાલ બારભાયા (નંદાભાઇ) વાંકાનેર વાળાના જમાઇ, રવિકુમાર
જશવંતભાઇ ઝવેરી (ઉ.39) (રાણપર), અમદાવાદવાળા તે સોની સંદીપભાઇ, ધ્રુપેશભાઇ, ભાવિકાબેન
ભાવેશકુમાર માંડલીયા અમદાવાદના બનેવીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થના સભા (બેસણું)
તા.10નાં 3-30 થી 5 સોની સમાજની વાડી, વાઘેશ્વરી મંદિર, રામનાથપરા મેઇન રોડ, રાજકોટ
છે.
ભાટિયા:
સ્વ.કલ્યાણજી ગોકલદાસ ચંદારાણાના પુત્ર ભરતભાઈ (ઉં.પ4) તે શ્યામ, દિવ્યેશ, દીક્ષિતના
પિતાશ્રી, જયેશભાઈના મોટાભાઈ, પરસોતમભાઈ, ધીરુભાઈ, ગોવિંદભાઈ, હરીશભાઈ, ડાયાભાઈ ચંદારાણાના
ભત્રીજા, મીઠાપુર નિવાસી, તુલસીદાસ ઓધવજી ભાયાણીના જમાઈનું તા.6ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા
તા.8ના 4 થી 4.30 ભાઈઓ, બહેનો માટે દુધેશ્વર મહાદેવ મંદિર, ભાટિયા સસરા પક્ષની સાદડી
સાથે છે.
પોરબંદર:
નરેન્દ્રભાઈ બાબુલાલ શિયાળ (ઉ.પપ) તે અભિષેક, દેવેન્દ્રના પિતાશ્રીનું તા.6ના અવસાન
થયુ છે. પ્રાર્થનાસભા તા.9ના બપોરે 3 થી 4 રામદેવજી મહારાજ મંદિર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ
ખાતે ભાઈઓ તથા બહેનોની
સંયુક્ત
છે.
રાજકોટ:
જ્યોત્સનાબેન રસિકલાલ મોદી તે રસિકલાલ ચમનલાલ મોદીના પત્ની, કોમલ તુષારભાઈ મહેતાના
માતુશ્રી, ચેતનભાઈ, જીતેનભાઈ, તેજસભાઈ અને સિદ્ધાર્થભાઈ મોદીના કાકીનું તા.7ના અવસાન
થયુ છે. બેસણુ તા.10ના સવારે 10.30 થી 11.30 વર્ધમાન મોદીના ડેલા ધર્મેન્દ્ર રોડ, શેરી
નં.3, રાજકોટ છે. મો.નં.7621972827.
રાજકોટ:
હંસાબેન નટવરલાલ ત્રિવેદી (ઉ.76) તે નટવરલાલ બી. ત્રિવેદી (નિવૃત્ત રેલ્વે)ના પત્ની,
દીપકભાઈ, મુકેશભાઈ, રમેશભાઈ, શૈલેષભાઈના માતૃશ્રીનું તા.6ના અવસાન થયુ છે. બેસણુ તા.8ના
સાંજે 4 થી 6 સુધી ર/રઘુનંદન સોસાયટી, પોપટપરા
રાજકોટ
છે.
જામનગર:
મચ્છુકઠીયા સઈ સુથાર જ્ઞાતિ (ગામડાવાળા) મુળ ગામ ચેલા, હાલ જામનગર સ્વ.જગજીવનભાઈ (જગુભાઈ),
લાલજીભાઈ સાંચલા (વસંત સાઉન્ડ સર્વિસ)ના પત્ની લલીતાબેન (ઉ.70) તે રાજકોટવાળા સ્વ.લાભુબેન
મોહનભાઈ ચૌહાણના દીકરી, બટુકભાઈ, વિનોદભાઈ ચૌહાણના બેન, સ્વ.શૈલેષભાઈ, નિરંજનભાઈ, ગૌતમભાઈ,
રશ્મિબેન અતુલકુમાર ધામેચા, મીનાક્ષીબેન નિલેશકુમાર વાઘેલાના માતાનું તા.7ના અવસાન
થયુ છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.8ના પ થી પ.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર
છે.
રાજકોટ:
મનસુખભાઈ મણીભાઈ ધામેચાના પત્ની ચંપાબેન, ગીરધરભાઈ દેવરાજભાઈ પરમાર (જીયાણાવાળા)ની
પુત્રીનું તા.7ના અવસાન થયુ છે. બેસણુ તા.10ને સોમવાર સાંજે 4 થી 6 મોસાળપક્ષની સાદડી
સાથે રૈયાધાર સ્લમ ક્વાર્ટર નં.6ની સામે ધારેશ્વર મહાદેવ મંદિરમાં રાખેલ છે. મો.નં.75677
41617.