• મંગળવાર, 15 જુલાઈ, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: કિશનભાઈ લાલજીભાઈ જાદવનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 710મું ચક્ષુદાન થયેલ છે.

દેહદાન

ફલ્લા:સ્વ.દીપચંદ કાલીદાસ પટેલ (પડધરીવાળા)ના પુત્ર ભોગીભાઈ (ઉં.76) તે સ્વ.ન્યાલચંદ વસનજી મહેતા (લાલપુર - ચંદ્રકાંત એન્ડ કંપની - ગ્રેઈન માર્કેટ)ના જમાઈ, સ્વ.હેમલતાબેનના પતિ, તૃપ્તિબેન, મીતાબેન, ભાવિનભાઈના પિતાશ્રી, ચેતનકુમાર મહેતા (બેંગ્લોર), નીલેશકુમાર મહેતા (ચેન્નાઈ, મદ્રાસ) તેમજ પૂજા ભાવિન પટેલના સસરા, ખુશ અને શ્રેયના દાદાનું તા.18ના અવસાન થયું છે. સદ્ગતની ઈચ્છા મુજબ તેમનું દેહદાન તેમજ ચક્ષુદાન કરેલ છે. ઉઠમણું તા.20ને શુક્રવારે સવારે 9 વાગ્યે, જૈન પ્રવાસી ગૃહ, ઉપાશ્રય, લાલ બંગલો, જામનગર રાખેલ છે.

જામનગર: લલિતભાઈ શાંતિલાલ માંકડ (એલ.આઈ.સી. એજન્ટ) તે સ્વ.શાંતિલાલ ત્ર્યંબકલાલ માંકડ તથા સ્વ.સરલાબેનના પુત્ર, સ્વ.નલિનીબેનના પતિ, રમેશભાઈ (િનવૃત જિલ્લા પંચાયત) તથા સ્વ.ચંદ્રિકાબેન મૂળવંતરાય બૂચના લઘુબંધુ, વીરેન્દ્ર (ગલાભાઈ) (િનવૃત જીલ્લા પંચાયત), અનસૂયા સુધાકર છાયા, દિલીપ (િનવૃત બેંક ઓફ ઈન્ડિયા)ના મોટાભાઈ, વિજયભાઈ, કિરીટભાઈ, સુધીરભાઈ, હરીશ બૂચના બનેવીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર0નાં શુક્રવારે સાંજે પ.30 થી 6.30 હાટકેશ્વર મંદિર, જામનગર

ખાતે છે.

પોરબંદર: દેવીબેન કાંતિલાલ વૈષ્ણવ (ઉ.9ર) તે સુરેશભાઈ, ભદ્રેશભાઈ, ભાવનાબેન મયુરભાઈ અંજારીયાના માતુશ્રી, નીતાબેન સુરેશભાઈ વૈષ્ણવ, હરીશાબેન ભદ્રેશભાઈ વૈષ્ણવના સાસુ, કવિતભાઈ (બી.એસ.એન.એલ.), ઈશિતભાઈ (પી.જી.વી.સી.એલ.)ના દાદીનું તા.18ના અવસાન થયું છે.

રાજકોટ: સ્વ.કેશવલાલ ઓધવજી પુજારાના પુત્ર જલારામ રબ્બર સ્ટેમ્પવાળા જનકભાઈ (ઉં.86) તે જયદીપભાઈ પુજારા, બિન્દુબેન રાચ્છ, નિતાબેન કાનાબારના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર1ને શનિવારે સાંજે પ.30 કલાકે પંચનાથ મંદિર, રાજકોટ

ખાતે છે.

પોરબંદર: મૂળ પોરબંદર હાલ લંડનના ગોવિંદજીભાઈ લાલજીભાઈ અમલાણી (ઉ.9ર) તે સ્વ.લક્ષ્મીબેનના પતિ, સ્વ.ભુપેન્દ્રભાઈ, સ્વ.વર્ષાબેન જીતેન્દ્ર લાખાણી, નિલેષભાઈ, પ્રદીપભાઈ, ભરતભાઈ, હિતેશભાઈના પિતાશ્રી, પ્રીત અને ઈશાના દાદાનું તા.19નાં લંડન મુકામે અવસાન થયું છે. સાદડી તા.ર1નાં 4.1પ થી 4.4પ પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ કોટડાપીઠા નિવાસી હાલ રાજકોટ મુક્તાબેન જયંતિલાલ મહેતા (ઉ.90) તે સ્વ.સુધાબેન જગદીશભાઈ દવે, સ્વ.ભુપતભાઈ, દિપકભાઈ, કિશોરભાઈ, ગીતાબેન રાજેશભાઈ જોષીના માતુશ્રી, ધવલ, હિરેન, શુભમ, રિદ્ધિ, કોમલ અને નેહાના દાદીમા, ભાવના, વિશાલ, રુદ્રેશના નાનીનું તા.18નાં અવસાન થયું છે. બેસણુ તા.ર0નાં સાંજે 4 થી 6 ધૂમકેતુ હોલ, રોયલ પાર્ક-4, કાલાવડ રોડ, રાજકોટ છે. મો.નં.9427432751, 9426937862.

રાજકોટ: ચોર્યાશી મેવાડા બ્રાહ્મણ હાલ રાજકોટ ઉષાબેન સુરેશકુમાર ઉપાધ્યાય (ઉ.93)નું તા.19ના અવસાન થયું છે. બેસણુ તા.ર0ના સાંજે 4 થી 6 સુધી પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

સાવરકુંડલા: કનુભાઈ રામભાઈ મૈસૂરિયા તે પ્રવીણભાઈ રામભાઈ મૈસૂરિયાના ભાઈ, જયદીપના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણુ તા.ર0ના બપોરે 4 થી 6 નાઈ સમાજની વાડી, ખાતરવાડી, અમરેલી રોડ, સાવરકુંડલા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક