• રવિવાર, 27 એપ્રિલ, 2025

avsan nondh

રાજકોટ: વીરેન્દ્રભાઈ શાંતિલાલ બોઘાણી (ઉં.73) તે દર્શનાબેન (પંડયા) બોઘાણી (એબવીપી નવનિર્માણ કાર્યકર)ના પતિ તથા અમી રાહુલકુમાર પોપટ અને અર્પિત બોઘાણીના પિતાશ્રી, રાહુલકુમાર પોપટ, દેવાંશી બોઘાણીના સસરા, ડો.સુનીલભાઈ શાહના વેવાઈ, સ્વ.પ્રવીણભાઈ (ગાંધીનગર), મધુભાઈ, સતિષભાઈ, રશ્મિભાઈના ભાઈ, હિતેશભાઈ પંડયા (ઊડ ઈખઘ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ)ના બનેવીનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું તા.22 માર્ચે શનિવારે સાંજે 5 વાગ્યે “પારસધામ જૈન દેરાસર, નિર્મલા કોન્વેન્ટ રોડ, ફાયર બ્રિગેડ સ્ટેશન પાછળ રાજકોટ ખાતે રાખેલ છે. ટેલિફોનિક સાંત્વના મધુભાઈ મો.નં.98253 97030, સતીશભાઈ મો.નં.96646 52871, અર્પિત બોઘાણી મો.નં.98251 06357, હિતેશભાઈ પંડયા મો.નં.99784 06015

રાજકોટ: વાળંદ સ્વ.મનસુખભાઈ નારણભાઈ ગોહેલ (ઉં.85) તે પરેશભાઈના પિતાશ્રી, નૈમીષભાઈના દાદાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4થી 6, લાભેશ્વર મહાદેવ, લાભદીપ સોસાયટી, ખોડીયારપાન વાળી શેરી, બાપાસીતારામ ચોક પાસે, મવડી રોડ, રાજકોટ છે.

જંગવડ: મહેન્દ્રભાઈ પ્રાણશંકર જોષી (ઉં.56) તે સ્વ.પ્રાણશંકર જીવરામ જોષીના પુત્ર, દર્શનભાઈ, પ્રતિકભાઈના પિતાશ્રી, હિતેન્દ્રભાઈ, શ્યામભાઈ, અશોકભાઈ (સુરત), જીજ્ઞેશભાઈ (સુરત) તેમજ રેણુકાબેન (ઢસા), બીનાબેન (નવસારી), વર્ષાબેન (રાણાગઢ)ના વડીલબંધુનું તા.21ના અવસાન થયું છે. બેસણું, શ્વસુર પક્ષનું સાથે તા.24ના બપોરે 3થી 5, જંગવડ મુકામે છે.

સાવરકુંડલા: કોકિલાબેન મથુરદાસ હરિયાણી (ઉં.81) તે પ્રવીણભાઈ મથુરદાસ હરિયાણી, અતુલભાઈ મથુરદાસ હરિયાણીના માતાનું તા.17ના અવસાન થયું છે. સાદડી તા.22ના સાંજે 4થી 6, લોહાણા બોર્ડિંગ મહુવા રોડ, સાવરકુંડલા છે.

જૂનાગઢ: વિપિનચંદ્ર છાયાના પત્ની હંસાબેન (ઉં.82) તે જાગૃત, રેખા, ઉમા, નેહાના માતુશ્રી, ધર્મિષા, ડો.પલ્લવ દેસાઈ, જીતુ પુરોહિત, ધવલ વસાવડાના સાસુનું તા.21ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.22ના સવારે 8 વાગે તેમના નિવાસ સ્થાન, હાટકેશ વિદ્યાલય ખાતેથી નીકળશે. ઉઠમણું તા.23ના સાંજે 5થી 5-45, હાટકેશ શિવાલય, જૂનાગઢ છે.

રાજકોટ: મહારાજશ્રી ઘેલારામજી જ્ઞાતિના ધોરાજી નિવાસી કિશોરભાઈ ડાયાભાઈ ઠાકર તે સ્વ.ઈન્દુમતીબેન કિશોરભાઈના પતિ, તે સ્વ.િવમલભાઈ કિશોરભાઈ ઠાકર, રાજીભાઈ કિશોરભાઈ ઠાકર, સોનલબેન તથા મીતુબેનના પિતાશ્રીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના શનિવારે સાંજે 4થી 6, સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, સ્ટેશન રોડ, પાણીના ટાંકા પાસે, ધોરાજી છે.

જામખંભાળિયા: સુરેશ ગીરધરલાલ દત્તાણી (ઉં.71) તે સંજયભાઈના મોટાભાઈ, (ગગુભાઈ દત્તાણી વાળા) સ્વ.િકશોરભાઈ દત્તાણી, સ્વ.નરેન્દ્રભાઈ ગીરધરલાલ દત્તાણીના નાના ભાઈનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સાદડી તા.22ના 5થી 5-30, જલારામ મંદિર, ખંભાળીયા ખાતે ભાઈઓ તેમજ બહેનોનું સાથે છે.

રાજકોટ: ઓદિચ્ય ગઢિયા બ્રાહ્મણ જામનગર નિવાસી ભરતભાઈ મગનલાલ ભટ્ટના પત્ની શોભનાબેન (ઉં.67) તે વિરલભાઈ, બ્રિજેશભાઈના માતુશ્રી, પ્રજ્ઞેશભાઈ, દિવ્યેશભાઈના કાકી, શ્યામના દાદી, સ્વ.રમણીકલાલ ગોકળદાસ મહેતા (લાલપુર)ના પુત્રી, નરેન્દ્રભાઈ, રજનીકાંતભાઈ, ભરતભાઈના બહેનનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.22ના સાંજે 5-30થી 6, ભાઈઓ-બહેનો માટે કાશી વિશ્વનાથ મંદિર, કે.વી.રોડ, જામનગર છે.

મોરબી: મૂળ લજાઈ હાલ મોરબી મોઢ વણિક ભાવેશભાઈ જગદીશભાઈ પારેખ (ઉં.52) તે જગદીશભાઈ અંબાવીદાસ પારેખના પુત્ર, આરતીબેનના પતિ, બ્રિજેશના પિતાશ્રી, હિમાંશુભાઈ, પરેશભાઈ તથા રક્ષાબેન અંકિતકુમાર (ચુડા)ના ભાઈનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.22ના 4થી 6, યોગેશ્વર મહાદેવ મંદિર, જૂનું રીલીફ નગર, મોરબી-2 છે.

રાજકોટ: મ.ક.સ.સુ ડુમિયાણીવાળા હાલ રાજકોટ સ્વ.મગનભાઈ ગોકળભાઈ લીંબડના પત્ની નિર્મળાબેન (ઉં.74) તે ચંદ્રેશભાઈ, દિવ્યેશભાઈ, મીતુબેન જગદીશભાઈ સોલંકી, દિવ્યાબેન શૈલેષભાઈ ચૌહાણના માતુશ્રી, કિશન, ભક્તિના દાદી, ભાયાવદરવાળા હીરાભાઈ મીઠાભાઈ ચાવડા, હરસુખભાઈ (ધૂમકેતુ ટેલર્સ)ના બેનનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 5થી 6, પિયર પક્ષની સાદડી સાથે નવ દુર્ગા હોલ, ધોળકિયા સ્કૂલની સામેની શેરી, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

રાજકોટ: મૂળગામ વવાણીયા હાલ રાજકોટ ભીખાભાઈ મોહનભાઈના પુત્ર હિતેશભાઈ (ઉં.46) તે રૂચિબેનના પતિ, નક્ષના પિતાશ્રી, સ્વ.જીજ્ઞેશભાઈ, ભક્તિબેન જયેશભાઈ વિસરોલિયાના મોટાભાઈનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4થી 6, વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક