ચક્ષુદાન
ધોરાજી:
ઝાંઝમેરના ખેડૂત અગ્રણી દામજીભાઈ દેવરાજભાઈ ખાનપરાનું અવસાન થતા તેમની ડેડબોડી પીએમ
માટે આવતા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીએ સ્વ.દામજીભાઈના
સ્વજનોને ચક્ષુદાન કરવા અંગે સમજણ આપતા પરિવારજનોએ સહમતી આપેલ હતી. સરકારી હોસ્પિટલના
અધિક્ષક ડો.જયેશ વેસેટીયન, ડો.શ્યામ જાગાણી અને મેડીકલ ટીમે ચક્ષુદાન સ્વીકાર્યું હતું.
આ તકે અર્જુનભાઈ ખાનપરા, ભાવેશભાઈ, સુરેશભાઈ, પીન્ટુભાઈ, મયુરભાઈ, અમીતભાઈ, યોગેશભાઈ
વગેરેની ઉપસ્થિતિ હતી.
રાજકોટ:
નવીનચંદ્ર ચત્રભુજભાઈ ખખ્ખરનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 657મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન ઓગેન
ઈન્ડિયા-િદલ્હીના સહયોગથી થયેલ છે.
વાંકાનેર:
ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ મૂળ કોટડા નાયાણી હાલ રાજાવડલા વાંકાનેર પ્રવિણભાઈ મગનલાલ ત્રિવેદી
(ઉં.77) તે ધીરજલાલ, સ્વ.અરવિંદભાઈ, પુષ્કરભાઈ, લલિતભાઈ, કિશોરભાઈ, તરૂલતાબેન ક્રિષ્નલાલ
જાની, સ્વ.નયનાબેન ચંદ્રકાન્ત દવેના ભાઈ, ધર્મેશ, જીજ્ઞેશ, પ્રશાંત, ભૌમિક, પ્રતિક,
ભાર્ગવ, મનીષ, જયેશ તથા અજયના ભાઈજી, નરભેરામ દયારામ મેહતા (રાજકોટ)ના જમાઈનું તા.ર0નાં
અવસાન થયું છે. બેસણુ, શ્વસુર પક્ષનું બેસણુ તા.રરના સાંજે 4 થી પ મોઢ બ્રાહ્મણ સમાજની
વાડી, શિવ મંડપ સામે, ભાટિયા સોસાયટી, વાંકાનેર છે.
ધ્રોલ:
મુળ ભેસદડ (હાલ ધ્રોલ) નીવાસી ભાલચંદ્ર (મુન્નાભાઈ) વલ્લભભાઈ કવૈયાના પુત્ર નિલેશભાઈનું
તા.19નાં અવસાન થયું છે. બેસણુ તા.ર1નાં સાંજે 4 થી 6 ઉમીયા પાર્ટી પ્લોટ, રાજકોટ-જામનગર
હાઈવે ધ્રોલ ખાતે છે.
રાજકોટ:
જીજ્ઞાબેન રોહિતભાઈ ધ્રુવ (ઉ.68) તે રોહિત ઓટોમોબાઈલ્સવાળા રોહિતભાઈ મનસુખલાલ ધ્રુવના
પત્નિ, નૈશવ, અંકિતના માતુશ્રી, ભાવિકા અને ડીમ્પલના સાસુ, રાજુ હરીલાલ શાહ (જામનગર)ના
બહેનનું અવસાન થયું છે. ઉઠમણુ, પ્રાર્થનાસભા તા.ર1નાં સવારે 10 થી 11 વિરાણીવાડી, કોઠારીયા
નાકા પાસે, રાજકોટ છે.
સાવરકુંડલા:
મોહનભાઈ રણછોડભાઈ જાદવ તે ભરતભાઈ મોહનભાઈ જાદવના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે.
બેસણુ તા.ર1નાં સાંજે 4 થી 6 ભરતભાઈ પેટીવાળા, ગણેશવાડી હાથસણી રોડ, ખોડિયાર ચોક, સાવરકુંડલા
છે.
પોરબંદર:
મૂળ હાથલા હાલ પોરબંદરના સંતોકબેન શિવલાલ થાનકી (ઉ.88) તે સ્વ.િશવલાલ હીરજીભાઈ થાનકીના
પત્ની, નરેન્દ્રભાઈ, રાજેશભાઈ, હરીશભાઈ, યોગેશભાઈ અને આશાબેનના માતુશ્રી, મહેશભાઈ લાભશંકર
છેલાવડાના સાસુનું તા.19નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.ર1નાં 4 થી પ પોરબંદરના કુંભારવાડા
શેરી નં.6 ખાતે આવેલ વાણંદ જ્ઞાતિની વાડીએ છે.
રાજકોટ:
ગુ.મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિ હિંમતલાલ સુંદરજીભાઈ ચાવડા (ઉ.96) તે લાભુબેનના પતિ, રમેશભાઈ,
કમલેશભાઈ, ઉમેશભાઈ, સ્વ.હનીબેન હસમુખલાલ ચાવડા (ઉપલેટા), રૂપલ રાજેશકુમાર રાઠોડ (ભાવનગર)ના
પિતાશ્રી, અલ્કા, અમી, એકતા, પૂજા અને રિદ્ધિના દાદાનું તા.19નાં અવસાન થયું છે. બેસણુ
તા.ર1નાં સાંજે 4.30 થી 6.30 સહયોગવાડી, ધર્મજીવન માર્ગ, ગુરૂકુળની સામે, રાજકોટ છે.
જામનગર:
બ્રહ્મક્ષત્રિય દિનેશચંદ્ર જગજીવનદાસ સોનેજી (ગ્રામીણ બેંકવાળા) (ઉ.6પ) તે જગજીવનદાસ
દેવશી સોનેજીના પુત્ર, કાંતિલાલ ગિરધરલાલ જગડના જમાઈ, આશાબેનના પતિ, જલ્પનના પિતાશ્રી,
અંજલીના શ્વસુર, હિતેશભાઈના મોટાભાઈ, પ્રતિમાબેન રાજુભાઈ (વઢવાણ), નીતાબેન બ્રિજરાજભાઈ
ખુડખુડિયા (ભરૂચ)ના મોટાભાઈનું તા.ર0 અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.ર1નાં સાંજે
4.30 થી પ ભાઈઓ, બહેનોની સાથે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળિયા નાકા બહાર,
જામનગર છે.
રાજકોટ:
અરવિંદભાઈ (બાબુભાઈ) ઘોઘાભાઈ બુસાના પત્ની મધુબેન (ઉ.પ0)નું તા.19નાં અવસાન થયું છે.
બેસણુ તા.ર1નાં સાંજે 4 થી 6 સોમનાથ મહાદેવ મંદિર, શિવાલય સાંનિધ્યની સામે, તપસી હોટલની
સામે, 66 ફૂટ રોડ, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ છે.