• રવિવાર, 27 એપ્રિલ, 2025

avsan nondh

ડોળાસા: ભરતભાઈ પ્રભાશંકર રાજ્યગુરુ અને સોનલબેન રાજકોટવાળાના પુત્રરાજભાઈ (ઉં.26) તે ઊર્મિબેનના ભાઈ, ડોળાસાવાળા ભાનુશંકર જીવરાજભાઈ ભટ્ટના દોહિત્ર, સ્વ.નિલેશભાઈ, હિતેશભાઈ, કનુભાઈના ભાણેજનું તા.15ના રાજકોટ ખાતે અવસાન થયું છે. સાદડી તા.20ના સાંજે 4થી 6, જાની પરિવારની વાડીમાં, ડોળાસા મુકામે છે.

રાજકોટ: કુમુદબેન રજનીકાન્ત (કનુભાઇ) રાચ્છ (ઉ.70) તે રજનીકાન્ત (કનુભાઇ) હીરાલાલ રાચ્છના પત્ની, સ્વીટુભાઇના માતુશ્રી અને ચાર્મીબેનના સાસુ, ગોંડલવાળા રમણીકલાલ જેઠાલાલ કારીઆના પુત્રી, કનૈયાલાલ, સ્વ. ઘનશ્યામભાઇ, ભરતભાઇ, જયંતભાઇના બેન, ચારૂબેન એસ. તન્ના, જયશ્રીબેન ડી. રાયચુરાના બેન, પરમ અને મહાનના દાદીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, તા.20નાં સાંજે 5-30 થી 6-30  પારસ કોમ્યુનિટી હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે, રાજકોટ, પિયર પક્ષની સાદડી સાથે છે.

પોરબંદર: ઉર્વીબેન (ઉ.36) તે સ્વ. જગદીશભાઇ મણીલાલ લાખાણીના પુત્રી, શ્યામભાઇના બહેન, પ્રકાશભાઇના ભત્રીજીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.19નાં 4-15 થી 4-45 દરમિયાન લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુક્ત છે.

સાવરકુંડલા: હસમુખરાય જગજીવનદાસ વડેરા (ખાંભાવાળા) (ઉ.75) તે પ્રકાશભાઇ વડેરા (પિન્ટુભાઇ), વિણાબેન કાનાબાર (વેરાવળ), નીલાબેન રાજાણી (જૂનાગઢ)ના પિતાશ્રીનું અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.19ના બુધવારે સવારે 8-30 કલાકે કલ્યાણ સોસાયટી, મહુવા રોડથી નિકળશે. ઉઠમણું તા.19ના સાંજે 4 થી 6 મહાજન વાડી, સાવરકુંડલા, પિયર પક્ષની સાદડી સાથે છે.

જૂનાગઢ: હરેશભાઇ રતિલાલ તન્ના (ઉ.62) તે સ્વ. પ્રવિણભાઇ, મહેન્દ્રભાઇ અને પંકજભાઇના ભાઇ તથા અનિષાના પિતાશ્રી, યશ સોનેચા (માંગરોળ)ના સસરા, જમનાદાસ તુલસીદાસ અભાણી (કોડીનાર)ના જમાઇ, સ્વ. ગોરધનદાસ, સ્વ. વિનુભાઇના બનેવીનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું સાદડી તા.20ના સાંજે 5 થી 6 માંગનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ છે.

જામનગર: મૂળ માંગરોળના વડનગરા નાગર બ્રાહ્મણ સુભાષભાઇ જિતેન્દ્રરાય વોરા (ઉ.71) (નિવૃત્ત પ્રોફેસર પીટીસી કોલેજ મહિલા અધ્યાપન મંદિર) તે મીનાબેનના પતિ,  અતુલભાઇ, નીતિનભાઇના મોટાભાઇ, ધ્વનિત (મેડિકલ રિપ્રેઝેન્ટેટીવ માઇક્રો લેબ્સ)ના પિતાશ્રી, નિરાલી ધ્વનિત વોરાના સસરા, હેમ્યના દાદાનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20ના સાંજે 6 થી 6-30 ભાઇઓ- બહેનો માટે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી  વાડ, ડો. ભગદેવાળી ગલી, હવાઇ ચોક, જામનગર છે.

રાજકોટ: મૂળ નાના સખપુર હાલ વિસાવદર ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભાઇશંકરભાઇ મહેતાના પુત્ર હાર્દિકભાઇ (ઉ.34) તે સ્વ. લીલાધરભાઇ, સ્વ. ગંગાશંકરભાઇ, વેણીશંકરભાઇ, સ્વ. ભાનુશંકરભાઇના નાના ભાઇના દીકરા, વિસાવદરના ભીખુભાઇ ભીમજીભાઇ વ્યાસ, શાંતિભાઇના ભાણેજ, વૈશાલીબેન હિરેનકુમાર ઠાકોર (વીરપુર) અને ડિમ્પલબેન ભગીરથકુમાર જોશી (ગોંડલ)ના નાનાભાઇનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 4 થી 6 સુંદરબા બાગ, જીઇબી રોડ, વિસાવદર ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક