રાજકોટ:
ચા.મ.મોઢ બ્રાહ્મણ સ્વ.ભરતભાઈ દવે (ઉ.58) તે દુર્ગાબેનના પતિ, સ્વ.ખેલશંકર વજેરામ દવેના
પુત્ર તથા સ્વ.પ્રવીણભાઈ, જયદેવભાઈ, નીતિનભાઈ, પ્રફુલભાઈ, દિનેશભાઈ, સ્વ.ભાવનાબેન,
મધુબેન, નીતાબેનના ભાઈ તેમજ ક્રિષ્નાબેન, હરીતાબેન અને જયભાઈના પિતા તથા સ્વ.જેઠાલાલ
કાનજીભાઈ પંડયાના જમાઈ તેમજ મનીષકુમાર હરેશભાઈ ત્રિવેદી તથા વિશાલકુમાર રમેશભાઈ જોષીના
સસરાનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ને ગુરૂવારે સાંજે 4 થી 6, ચા.મ.મોઢ બ્રાહ્મણ
વાડી, મીલપરા મેઈન રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
તરૂણીબેન ગીરીશભાઈ ઓઝા તે સ્વ.ધનંજયભાઈ દેસાઈ, અતુલભાઈ દેસાઈ, અજયભાઈ દેસાઈ, ધર્મેશભાઈ,
ધાત્રીબેન હેમાંશુભાઈ પૌટા, રશ્મિબેન, શંકર છાયાના માતુશ્રી તેમજ પૂર્વીબેન, કલ્પનાબેન,
ભાવનાબેન, રીટાબેનના સાસુ તથા તેજસ, સમીપ, ખંજન અને બરખાના દાદી અને આકાશ, જિમિત, સ્પૃહા
અને જલધિના નાનીનું તા.12ના અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ રાખેલી છે અને ટેલિફોનીક
બેસણું રાખેલું છે.
તાલાલા:
ધાવા ગીર ગામના રંજનબેન હરીદાસ નીમાવત (ઉ.વ.75) તે મનીષભાઈ (જી.ઈ.બી)ના માતાનું તા.17ના
અવસાન થયું છે. બેસણું તા.20ને ગુરૂવારે સવારે 8-30થી તેમના નિવાસ સ્થાન ધાવા ગીર ખાતે
છે.
ખંભાળીયા:
દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના રણજીતપુરમાં તથા જામનગરના જોડિયા હડિયાણામાં આચાર્ય તરીકે
હાઈસ્કૂલોમાં ફરજ બજાવનાર નાથાલાલ ગોપાલભાઈ કાનાણી (ઉ.60)નું તા.16ના અવસાન થયું છે.
ડોળાસા:
કુસુમબેન (ઉ.વ.75) તે સ્વ.અરવિંદભાઈ ગોકળદાસ ખખ્ખરના પત્ની, રાકેશભાઈના માતા તેમજ હરેશભાઈ
ઉર્ફે હસુભાઈના ભાભી, ચિરાગભાઈના મોટાબાનું તા.16ના અવસાન થયું છે.