• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

avsan nondh

ચક્ષુદાન

પોરબંદર : નિમેષભાઈ પ્રફુલ્લચંદ્ર રાયચુરા (ઉં.58)(િશવ નોવેલ્ટીવાળા) તે સ્વ.પ્રફુલ્લચંદ્ર મોહનલાલ રાયચુરાના પુત્ર, સ્વ.િદલીપભાઈ, ભાવિનભાઈના ભાઈનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17ના 5થી 5-30, લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે. શ્વસુર પક્ષની સાદડી સાથે છે. સદ્ગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું છે.

રાજકોટ: સોની મનસુખલાલના પત્ની સરોજબેન મનસુખલાલ જડિયા (ઉં.વ.70) તે સંજયભાઈ, કવિતાબેન, ભુમિબેનના માતુશ્રીનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.17ના સવારે 10થી 1ર સોની સમાજની વાડી, ખીજડા વાડી યુનિટ નં.ર, કોઠારિયા નાકા, રાજકોટ છે.

રાજકોટ: જલારામ પ્રાર્થના મંદિર રાજકોટના આદ્યસ્થાપક ભાનુમાના પુત્ર અશોકકુમાર તુલસીદાસ કક્કડ (ઉં.71) તે દિલીપભાઈ (અમેરિકા), તેજસભાઈ (પોર્ટુગલ), કોકિલભાઈ (રાજકોટ), રૂપાબેન હિતેશકુમાર રાયચુરા (લંડન)ના ભાઈ, તે બ્રિજેન પાઉ (હેડ કલાર્ક ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ)ના બનેવીનું તા.1પના અવસાન થયું છે. બેસણું અને પિયર પક્ષની સાદડી તા.17ના સાંજે પથી 6, જાગનાથ મહાદેવ મંદિર, ડૉ.યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

રાજકોટ: જયંતીલાલ કનુલાલ ગોહેલનું તા.1પના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4થી 6, સંકલ્પ સિદ્ધ, 60ર, રૈયા ગામ, રૈયા મેઈન રોડ, રાજકોટ છે.

જામનગર: વિવેક (રામ) દિનેશભાઈ પરમાર (ઉં.ર3) તે દિનેશભાઈ સવજીભાઈ પરમારના પુત્ર, વૈશાલીબેન, ઋતિકાબેન, ઉપાસનાબેનના ભાઈ, જમનભાઈ ડાયાભાઈ ધારવિયા (ખીમરાણા)ના ભાણેજનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.17ના તથા તા.18ના તેમના નિવાસ

સ્થાને છે.

ચલાલા: ખાંભા નિવાસી ઈન્દુબહેન નાનાલાલ સોમૈયા તે અજીતભાઈ, સ્વ.િગરીશભાઈ, સ્વ.પ્રફુલ્લાબેન હિતેષકુમાર સાગલાણી, ઈલાબહેન શશીકાંતભાઈ માધવાણી (સાવરકુંડલા), જાગૃતીબહેન મેહુલકુમાર જોબનપુત્રા (િનવૃત્ત શિક્ષિકા)ના માતુશ્રી, સ્વ.જયંતીભાઈ તન્ના (ચલાલા)ના બહેનનું તા.14ના સુરત મુકામે અવસાન થયું છે.

જેતપુર: સ્વ.ગીરધરલાલ આણંદજી મેરના દીકરી પ્રવીણાબેન (ઉં.67) તે રમણીકલાલ મણીલાલ આશરા (રાજકોટ)ના પત્ની, સ્વ.લતાબેન કૃષ્ણદાસ જોગી (િચતલ) તથા ઉષાબેન રાજેન્દ્રકુમાર જગડ (આકોલા) તથા સુનીલભાઈ ગીરધરલાલ મેરના બહેનનું તા.13નાં અવસાન થયું છે. સાદડી તા.17ના સાંજે 4.30 થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ફૂલવાડી, ભાદર રોડ, જેતપુર છે.

રાજકોટ: કિરીટભાઈ સેવકરામભાઈ જોશી (સાંકરોળાવાળા) (ઉં.69) તે રમેશભાઈના ભાઈ, સ્વ.િકશોરભાઈ જોશી, રાજેશભાઈ તથા ગં.સ્વ.િનરૂબેન હર્ષદરાય ત્રિવેદીના મોટાભાઈ, મિલનભાઈ, તુષારભાઈ, હેમાબેનના પિતાશ્રી, હિરલબેન, કવિતાબેનના સસરા, સ્વ.પ્રેમશંકરભાઈના જમાઈનું તા.1પના અવસાન થયું છે. તા. 17ના 4થી 6 અમરનાથ મહાદેવ મંદિરે, અંકુર વિદ્યાલયવાળી શેરી, અંકુર નગર, શેરી નંબર-6 ખાતે છે.

જેતપુર: સ્વ.ચુનીલાલ મણિશંકર કામદારના પુત્ર અશ્વિનભાઈ (ઉં.86) તે ચંદ્રકાંતભાઈ (અમદાવાદ), શરદભાઈના ભાઈનું તા.13ના અવસાન થયું છે.

રાજકોટ: જેતપુર નિવાસી હાલ રાજકોટ કુસુમબેન ધીરજગિરિ ગોસાઈ ઘીવાળા (ઉં.83) તે જિતુભાઈ ગોસાઈ (આયુષી એન્જિ.પ્રા.લી.), રમેશભાઈ ગોસાઈ (કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ), રીટાબેન સાગરગિરી, સીમાબેન વિનોદપરી તથા પૂનમબેન વિશાલગિરિના માતુશ્રીનું તા.13ના અવસાન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025