• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

avsan nondh

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવય બ્રાહ્મણ મૂળ તોરી રામપર હાલ રાજકોટ ભાનુશંકર મયાશંકર જોષી (ઉં.8ર) તે સ્વ.મયાશંકર પરસોતમભાઈ જોષીના પુત્ર, સ્વ.મનસુખભાઈ, રવિશંકરભાઈ, રામશંકરભાઈ, વિજયશંકરભાઈ, સ્વ.નવલશંકરભાઈ જોષીના ભાઈ, સ્વ.અનીમેષભાઈ જયશંકરભાઈ ઠાકરના બનેવી, સ્વ.હસમુખભાઈ, કમલેશભાઈ, વિમલભાઈ, જયેશભાઈના પિતાશ્રી, જેનીલના દાદાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.10ના બપોરના 4થી 6 દરમિયાન સ્વ.કલ્યાણજીભાઈ નરસિંહભાઈ જાની કોમ્યુ. હોલ (મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી) ચંદન પાર્ક મેઈન રોડ, ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરની સામે, રૈયા ચોકડી પાસે, રાજકોટ છે.

વાંકાનેર: સ્વ.પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સગરના પત્ની, જયાબેન (ઉં.10પ) તે અરવિંદભાઈ, પ્રતાપભાઈ (કાળુભાઈ મેજર), બળવંતભાઈ, સ્વ.મનુભાઈ સગરના માતુશ્રી, પ્રદ્યુમનસિંહ, પંકજભાઈ, દેવેન્દ્રસિંહ તથા જીતેન્દ્રભાઈના દાદીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4થી 6, સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર, આશિયાના સોસાયટી, વાંકાનેર છે.

અમરેલી: શુભદ્રાબેન લક્ષ્મીકાંત મહાજન તે શશાંક મહાજનના માતાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4થી 7 મહાજન પાર્ટી પ્લોટ રેલવે સ્ટેશન પાસે, અમરેલી છે.

રાજકોટ: ઝાલાવાડી સઈ સુથાર દરજી પ્રવીણભાઈ હરજીવનદાસ ગોહેલના પત્ની દમયંતિબેન (ઉં.પપ)નું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4થી પ.30 પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ છે.

વાંકાનેર: સ્વ.રતિલાલ મણીલાલ વોરાના પુત્ર રાજેશભાઈ (ઉં.68) (બકુલભાઈ દાણાવારા) તે દિલીપભાઈ, નવનીતભાઈ, સ્વ.રમેશભાઈના નાનાભાઈ, દેવેશ (ગટુ), વંદનાબેન, શિવાનીબેનના પિતાશ્રી, માન્યના દાદા, રાજકોટ નિવાસી સ્વ.જસવંતલાલ પ્રાણજીવનદાસના જમાઈ, સ્વ.નરેન્દ્રભાઈ, જીતુભાઈ, પરેશભાઈના બનેવીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4.30થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી, રામચોક, વાંકાનેર છે.

ગોંડલ: મૂળ ગેંડલ હાલ ભરુચ પ્રાણલાલ રાઘવજીભાઈ મહેતા તે નયનાબેન હર્ષદભાઈ પાઠક (પોરબંદર) છાયાબેન કિરીટભાઈ પાઠક (અમદાવાદ), શ્રદ્ધાબેન રમેશભાઈ પાઠક (ગોંડલ), સોનલબેન વિપુલભાઈ ખંભોળિયા (વડોદરા), ગૌરાંગભાઈનાં પિતા, કીર્તન, રુદ્રાનાં દાદાનું તા.8નાં અવસાન થયુ છે. બેસણું તા.10ના સાંજે ત્રણથી છ ગૌરાંગભાઈના નિવાસ સ્થાન એબી-33 આતિર્થ બંગલો, નિપન નગરની બાજુમાં, એચડીએફસી બેંકની પાછળ, લિંકરોડ, ભરુચ છે.

રાજકોટ: પ્રદીપકુમાર મગનલાલ ચંદારાણા (ઉં.87)નું તા.8ના અવસાન છે. બેસણું તા.10ના સાંજે 4થી પ સાસરી પક્ષની સાદડી સાથે સર્વેશ્વર મહાદેવ મંદિર, મિલાપનગર મેઈન રોડ, ઈનોવેટીવ સ્કુલની સામે પંચાયતનગર, યુનિ. રોડ, રાજકોટ છે.

રાજકોટ: છગનભાઈ ભીખાભાઈ શિયાણી તે રાકેશભાઈ તથા જીગરના પિતાશ્રી, વલ્લભભાઈના ભાઈનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના બપોરે 3થી પ વાણીયાવાડી, પટેલવાડી, યુનિટ નંબર-ર ખાતે છે.

રાજકોટ: રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી દર્શનભાઈ જીતેન્દ્રભાઈ પંડયા (ઉં.33)નું તા.9ના અવસાન છે. બેસણું તા.11ના સાંજે 4થી 6 ઓમકારેશ્વર મહાદેવ મંદિર, પતાશા રેસ્ટોરન્ટ સામે, વિદ્યુતનગર મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: પડધરી નિવાસી હાલ રાજકોટ સ્વ.પ્રભુદાસ હિરાલાલ પારેખનાં પત્ની, રંજનાબેન તે હર્ષદભાઈ (રાજમોતી), સ્વ.િવલાસબેન ગિરીશકુમાર પારેખ, સ્વ.કૈલાશબેન શૈલેષકુમાર કોયા, ભારતીબેન વિજયકુમાર મહેતા, દિલીપભાઈ (શ્રીજી ટ્રેડર્સ)નાં માતુશ્રી, આરતી, દિશા, કૃણાલનાં દાદી, ટંકારાવાળા, સ્વ.ચાંપચી બેચર મહેતાનાં પુત્રી, સ્વ.વનમાળીભાઈ, કનૈયાલાલભાઈનાં બેનનું તા.9ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.10ના સાંજે 4થી પ મોઢવણિક વિદ્યાર્થી ભવન, પ રજપુતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: ભાનુબેન હેમતભાઈ રાયકુંડલીયા તે હેમતભાઈના પત્ની, ગીરીશભાઈ, તેજસભાઈ અને હર્ષાબેનના માતુશ્રી, નિરવ, મીત, ભક્તિ, વિધી, ખુશી અને બ્રિન્દાના દાદીનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણુ તા.10નાં સાંજે 4 થી પ, સોરઠીયા રજપૂત સમાજ, વિતરાગ સોસાયટી, ગાંધીગ્રામ, રાજકોટ છે.

જૂનાગઢ: દશા સોરઠીયા વણિક મહેન્દ્ર અમૃતલાલ પારેખના પત્ની કંચનગૌરી (કલ્પના) (ઉ.78) તે ભાવિકભાઈ, પૂજાબેન ચિરાગ જુઠાણીના માતુશ્રી, સ્નેહાબેનના સાસુ, સ્વ.પોપટલાલ વિરચંદ ધાબલીયા (સરધાર)ના પુત્રી, સ્વ.વસંતભાઈ, મનહરભાઈ, શાંતિભાઈ, સ્વ.ભરતભાઈ અને કિશોરભાઈના બહેનનું તા.8નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10ના સાંજે 4 થી પ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

કોડીનાર: પરજીયા પટ્ટણી સોની સમાજના મોભી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ પીઢ કાર્યકર્તા, વિવેકાનંદ સેવા મંડળ ટ્રસ્ટ કોડીનારના સ્થાપક ટ્રસ્ટી, સોની સમાજના સેવાભાવી અગ્રણી, અમૃતલાલ મોહનલાલ સાગર (ઉ.8પ) તે સ્વ.કેશુભાઈ, સ્વ.નંદાભાઈના નાના ભાઈ, સ્વ.નાનુભાઈ, સ્વ.રસિકભાઈનાં મોટાભાઈ, જીગ્નેશભાઈ સાગર (િનર્મલ આભુષણ), સંજયભાઈના પિતાનું અવસાન થયું છે. બેસણુ તા.11ના સવારે 10 થી 6 ગાયત્રી મંદિર હોલ, ગાયત્રી મંદિર પાસે, વેરાવળ રોડ, કોડીનાર છે.

ઉપલેટા: દાઉદી વોહરા સમાજના હયાતીબેન ચાલેભાઈ દોલત (ઉ.8પ) તે મનસુરભાઈ, ઈનાયતભાઈ, મોરૈયાબહેન, નફીસાબહેન, ફરીદા બહેન, શરીફાબહેન, શકિરાબહેનના માતાનું તા.9નાં અવસાન થયું છે. સિયુમના સીપારા તા.10નાં રાત્રે ગરીબની નમાઝ બાદ મસ્જિદમાં છે.

ગોંડલ: વિજયભાઈ મહાસુખલાલ કોઠારીનાં પત્ની સ્મિતાબેન તે સ્વ.મહાસુખલાલ રાજપાલ કોઠારીનાં પુત્રવધુ, સ્વ.પ્રાણલાલ ચુનીલાલ ખેતાણીનાં દીકરી, નીશીત, કવિતા રિશિતકુમાર શાહનાં માતુશ્રીનું તા.8નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.10નાં સવારે 10 કલાકે મહેતા જૈન ભુવન દેરાસર, દેરાશેરી, નાની બજાર, ગોંડલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025