ચક્ષુદાન
ધોરાજી:
જીઈબીના સેવાભાવી નીવૃત કર્મચારી ભલાભાઈ બચુભાઈ સારીખડાનું અવસાન થતા પરિવારજનોની ઈચ્છાનુસાર
ચક્ષુદાન કરાયું છે. માનવ સેવાયુવક મંડળની પ્રેરણાથી સરકારી હોસ્પિટલને 308મું ચક્ષુદાન
મળ્યુ છે.
મોરબી:
સ્વ.દિનેશભાઈ દયારામભાઈ પલણના પત્ની તારાબેન (ઉ.64) તે મુકેશભાઈ, ગીરીશભાઈ પલણના માતૃશ્રી,
સ્વ.જયંતભાઈ દયારામભાઈ પલણના પુત્રવધુ, કનૈયાલાલ કલ્યાણજીભાઈ ભીંડે, હરેશભાઈ કલ્યાણજીભાઈ
ભીંડેના બહેનનું તા.6ના અવસાન થયું છે. બેસણુ બન્ને પક્ષ તરફથી તા.7ના 4 થી પ જૂની
રેલવે કોલોની, સૂરજબાગ સામેની શેરી, સિંધુ ભવન પાછળ, સ્ટેશન રોડ, મોરબી છે.
રાજકોટ:
ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના પ્રવિણભાઈ જમનાદાસભાઈ રાઠોડ (ઉ.પ9) તોરણીયાવાળા
હાલ રાજકોટ તે હાર્દિકભાઈ, જયદિપભાઈના પિતા, અમુભાઈ તથા જયસુખભાઈ (ભગવાનજીભાઈ)ના નાના
ભાઈ, સ્વ.ઈન્દુભાઈ સોલંકીના જમાઈ, ભરતભાઈ, રૂપેશભાઈ, રાજેશભાઈ સોલંકીના બનેવીનું તા.3નાં
અવસાન થયુ છે. બેસણુ (બન્ને પક્ષનું) તા.7નાં સાંજે 4 થી 6 હરિદ્વાર 1, શેરી નં.ર,
કોઠારીયા સોલ્વન્ટ, રાજકોટ છે.
પોરબંદર:
કુત્બુદીનભાઈ અબ્દુલહુશેનભાઈ ખેતી (ઉ.80) તે જુજરભાઈ, શબ્બીરભાઈ, મોઈઝભાઈ, શીરીનબેન
હકીમુદ્દીનના પિતાશ્રી, મોહસીનભાઈ, રજબભાઈ (કીલ્લા પારડીવાલા) તથા ફાતેમાબેન, મોહસીનભાઈના
ભાઈનું તા.6ના અવસાન થયુ છે. જીયારતના સિપારા તા.8નાં બપોરે 1.30 કલાકે બુરહાની મસ્જીદ
ખાતે છે.
જામનગર:
ઔદિચ્ય બ્રાહ્મણ જ્યોત્સનાબેન મનહરલાલ જોષી (ઉ.78) તે મનહરલાલ જોષી (મનુભાઈ નિવૃત્ત-
બીએસએનએલ)ના પત્ની, આશિષ જોષી (નેતા શાસકપક્ષ, જેએમસી), પાર્થ જોશી (દદુભાઈ), અલ્પાબેન
ચેતનકુમાર પંડયા, રૂપલબેન હિરલકુમાર ભટ્ટના માતુશ્રી, સ્વ.શાંતિલાલ ભવાનીશંકર શુકલ
(માણાવદર)ના પુત્રીનું તા.પના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ના સાંજે પ થી 6 શ્રીમાળી
બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, પંચેશ્વર ટાવર રોડ, જામનગર છે.
વેરાવળ:
ચંદુલાલ ત્રંબકલાલ કુબાવત (ઉ.વ.91) તે ડૉ.અતુલભાઈ, રાજેશભાઈ, અલ્કાબેનના પિતાશ્રી,
અશ્વીનભાઈ નિમ્બાર્ક (ભાવનગર), મહેશભાઈ નિમ્બાર્ક (વેરાવળ)ના સસરાનું તા.પના અવસાન
થયું છે. બેસણુ તા.7નાં સાંજે 4 થી 6 અવધ, સરદારનગર-1, પટેલ બોર્ડીંગ રોડ, મવડી પ્લોટ,
રાજકોટ છે.
રાજકોટ:
સુશીલાબેન મનસુખલાલ ભીમજીયાણી તે સ્વ.કેશવલાલ વાઘજી તન્નાના દીકરી, સ્વ.અરુણભાઈ, રાજુભાઈ,
હિતેષભાઈ, પીન્ટુભાઈ, અમિતભાઈ, શ્રીમતી ક્રિષ્નાબહેન અવિનાશભાઈ કોટેચા, કીર્તિબેન મનીષભાઈ
રૂઘાણી, વંદનાબહેન હરેશભાઈ કાનાબાર, સોનલબહેન હરેશભાઈ કક્કડના માતુશ્રી, સની, કેવલ
અને રાહુલના દાદીનું તા.6ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા ગુરુવારે સવારે તા.7નાં સવારે
7 કલાકે તેમના નિવાસ સ્થાન, શ્યામલ વર્ટિક, સાધુવાસવાણી રોડથી નીકળી રૈયા ગામ સ્મશાન
થશે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.7ના ગુરુવારે સાંજે પ કલાકે ચંદ્રમૌલેશ્વર મહાદેવ
મંદિર, જનકપુરી સોસાયટી, ગંગોત્રી ડેરી પાસે, સાધુવાસવાણી રોડ ખાતે છે.
રાજકોટ:
રાધનપુરા ચમનલાલ ઓધવજીભાઈ (ઉ.83) (નાગડાવાસ)વાળા તે વિપુલભાઈ, જયશ્રીબેન, ગીતાબેન,
રૂપાબેનના પિતાશ્રી, યશ, હિમાનીબેનના દાદા, રાણપરા હરિલાલ શામજીભાઈ (ખાખરાવાળા)ના જમાઈ,
રાણપરા જેન્તીભાઈ હરિલાલના બનેવીનું તા.પનાં અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.7ના
સવારે 10.30 થી 1ર પારેખવાડી, ખત્રીવાડ, રાજકોટ છે.
રાજકોટ:
ગુર્જર ક્ષત્રિય કડીયા મુળગામ અંબાલા નિવાસી હાલ રાજકોટ રણછોડભાઈ ખીમજીભાઈ પરમાર (ઉ.9ર)
તે સ્વ.સવજીભાઈ, શાંતિભાઈ, રાઘવજીભાઈ તથા વિજયાબેનના પિતાશ્રી, મુંબઈવાળા જયેશકુમાર
રપારકાના સસરાનું તા.3ના અવસાન થયુ છે. બેસણુ તા.7નાં સાંજે 4.30 થી 6.30 સાધના કોમ્યુનીટી
હોલ, સાધના સોસાયટી, કોઠારીયા રોડ, રાજકોટ છે.
જામનગર:
રશ્મિબેન જયેશભાઈ મહેતા (ઉ.60) હાલ નિઝામાબાદ તે સ્વ.ધિરજબેન દલપતરાય મોહનલાલ વારીયાના
પુત્રી, મુળરાજભાઈ તથા યોગીભાઈ (તમાકુવાળા)ના બહેન, વનિતાબેન ભૂપતભાઈ પ્રભુદાસ મહેતા
(નિઝામાબાદ)ના પુત્રવધુ, રિકિન, ચિરાગના માતૃશ્રી, પૂજા, ચાંદનીના સાસુ, નિવાન અને
આન્વીના દાદીનું તા.પનાં અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.7ના સાંજે 4.30 થી પ
દરમિયાન નીનદાસ મગનલાલ વોરા ઉપાશ્રયે (લીમડાવાળા ઉપાશ્રય), જામનગર છે.
જામનગર:
શાંતાબેન ભાનુશંકર પંડયા (ઉ.90) તે સ્વ.ભાનુશંકર પંડયાના પત્ની, જયપ્રકાશભાઈ, અશોકભાઈ,
જીતેન્દ્રભાઈ (ભીખુભાઈ) પંડયાના માતુશ્રીનું તા.6ના અવસાન છે. પ્રાર્થનાસભા તા.7નાં
સાંજે પ થી પ.30 પાબારી હોલ (સેલરમાં) છે.
રાજકોટ:
સ્વ.ચુનીલાલ અંબાવીદાસ બાવીશીના પુત્ર સુરેશચંદ્ર (ઉ.86) તે સ્વ. અનિલાબેનના પતિ, જયકિશનભાઈ,
સ્વ.હિતેશભાઈ, પરિન્દાબેનના પિતાશ્રી, સ્વ.અરવિંદભાઈ, મહેન્દ્રભાઈ, નવનીતભાઈ, જશવંતીબેન,
ભાવનાબેનના ભાઈ, રિનાબેન, હિનાબેન, કેતનભાઈ ગોસલિયા (એડવોકેટ)ના સસરા, ફેનીલ, ફોરમ,
અંકિતા તથા જીમિતના દાદાનું તા.પનાં અવસાન થયુ છે. ઉઠમણુ તા.7નાં સવારે 10 થી 10.30
પ્રાર્થનાસભા 10.30 થી 1ર.30 બેંકર્સ રીક્રિએશન ક્લબ હોલ, શ્રોફ રોડ, સી.આઈ.ડી. ઓફીસ
સામે, નવી કલેકટર કચેરી પાસે, રાજકોટ છે.
મોરબી:
વેદાંશી દેવેનભાઈ વ્યાસ તે દેવેનભાઈ શિવધનભાઈ વ્યાસની પુત્રી, યજ્ઞેશભાઈની ભત્રીજી,
શિવધનભાઈ જુગતરામ વ્યાસની પૌત્રીનું તા.પના અવસાન થયું છે. બેસણું તા.7ના બપોરે 3થી
6 કોમ્યુનિટી હોલ, બાલા હનુમાનજી મંદિરની બાજુમાં, ચંદ્રેશનગર, નવા બસ સ્ટેન્ડ પાછળ,
મોરબી મોસાળ પક્ષનું બેસણું સાથે છે. લૌકિક પ્રથા બંધ છે.
તાલાલા
ગીર: સ્વ.ભીમજીભાઈ દુર્લભજીભાઈ તન્નાના પત્ની રમાબેન (ભનીબેન) (ઉં.91) તે સ્વ.ભરતભાઈ,
જયેન્દ્રભાઈ, ધીરેન્દ્રભાઈ, દક્ષાબેન હસમુખભાઈ પોપટ, હંસાબેન કીર્તીભાઈ સુબાના માતુશ્રી,
મોસમબેન (ઉના) તથા સ્વ.અભય તથા સ્વ.ખ્યાતિબેન, દર્શન, સાગર, મીતના દાદીમાં, સ્વ.ત્રીભોવનદાસ
રામજીભાઈ રાયચુરાની પુત્રી, નાથાભાઈ, દિનેશભાઈના બેનનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણુ,
બેસણુ તા.7ના સાંજે પ કલાકે ભુતનાથ મંદિર, તાલાલા છે.
રાજકોટ:
મૂળ ઘેડ બામણાસા હાલ રાજકોટ આજકિયા ગીરીનારાયણ બ્રાહ્મણ સ્વ.ભાસ્કરભાઈ લાલજીભાઈ જોષી,
ખંજન, પર્યંતના પિતાશ્રી, સ્વ.નરેન્દ્રભાઈ (માણાવદર), સ્વ.પ્રકાશભાઈ જોષી (જૂનાગઢ)ના
નાનાભાઈ, ધીરૂભાઈ જોષી (જૂનાગઢ)ના મોટાભાઈ, મનુબેન, કલાવંતીબેનના નાનાભાઈનું તા.3ના
અવસાન થયુ છે. બેસણું તા.7ના 4થી 6 પુષ્કરનાથ મહાદેવ મંદિર, પુષ્કરધામ ગેઈટની બાજુમાં
છે.
રાજકોટ:
પ્રો.કિરિટભાઈ રવેશિયા તે સ્વ.જગજીવનભાઈ મોતીભાઈ રવેશિયાનાં પુત્ર, સ્વ.પ્રાગજીભાઈ
રણછોડભાઈ શીંગાળાના જમાઈ, હિરવા, તૃપ્તિ, દર્શનનાં પિતાશ્રી, પંકજ પોપટ, સમીર જોબનપુત્રા,
અર્પિતાનાં સસરા, સ્વ.પ્રતાપરાય, મનહરભાઈ, ઉપેન્દ્ર, યોગેશનાં ભાઈનું તા.ર8ના અમદાવાદ
ખાતે અવસાન થયું છે.
રાજકોટ:
રતનપુર તા.ઉમરાળા (હાલ રાજકોટ)ના કિરીટસિંહ નટવરસિંહ ગોહિલ (નિવૃત્ત પી.આઈ) તે રઘુવીરસિંહના
નાનાભાઈ, મૂળરાજસિંહ, મહોબતસિંહ, પ્રભાતસિંહ, સ્વ.સાહેબસિંહ, દિલુભા અણદુભાના પિતરાઈ
ભાઈ, યોગેન્દ્રસિંહ (આત્મિય સ્કૂલ-રાજકોટ), કૃષ્ણસિંહ (ન્યુ ટેક એન્ટરપ્રાઈઝ, મેટોડા)ના
પિતાશ્રી, જયપાલસિંહ રઘુવીરસિંહ (પીસીસી), ચેતનસિંહ રઘુવીરસિંહ (હેડ કોન્સ્ટેબલ, રાજકોટ
સીટી)ના કાકા, રાજેન્દ્રસિંહ જાડેજા (ખીરસરા), રાજેન્દ્રસિંહ રાયજાદા (ભાવનગર)ના સસરાનું
તા.પના અવસાન થયું છે. બેસણું રાજકોટ ખાતે તા.11ના 4થી 6 કાલાવડ રોડ, અક્ષર મંદિર,
યોગી સભાગૃહમાં રાખેલ છે.
રાજકોટ:
લેઉવા પટેલ દૂધીબેન પોલાભાઈ કિયાડા (ઉં.94) મનોજભાઈ, બટુકભાઈ, રજનીભાઈ, નરેન્દ્રભાઈના
માતૃશ્રી, અમિતભાઈ બટુકભાઈ કિયાડાના દાદીનું તા.પના અવસાન થયું છે. બેસણું તા.7ના 4થી
6 ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિર, પ્રકાશ સોસાયટી, શેરી નં.ર પારસ હોલની પાછળ,
નિર્મલા રોડ, રાજકોટ છે.
ગોંડલ:
સ્વ.અરવિંદભાઈ બાલુભાઈ માણેકના પત્ની દ્વારકાદાસ કેશવજીભાઈ વિઠ્લાણી જૂનાગઢના પુત્રી,
ભારતીબેન અરવિંદભાઈ માણેક (ઉં.68) તે શૈલેષ (પીજીવીસીએલ વાસાવડ), મયુરીબેન જીજ્ઞેશભાઈ
વસાણી (જેતપુર), ભાવનાબેન પરેશભાઈ કેસરિયા (રાજકોટ), નેહાબેન રાજેશભાઈ વણઝારા (રાજકોટ)ના
માતૃશ્રીનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.7ના સાંજે 4થી 6 રામેશ્વર
મહાદેવ મંદિર, મહાદેવ વાડી, કચ્છી ભાટિયા વાડી સામે છે.
રાજકોટ:
મૂળ ચોટીલા હાલ રાજકોટ જીવણલાલ હરજીભાઈ જાદવાણી (ઉં.91) તે કલામંદિરવાળા સ્વ.પ્રાગજીભાઈના
નાનાભાઈ, કેશવજીભાઈ, જમનભાઈના મોટાભાઈ, સ્વ.મથુરદાસ ભેસાણીયાના જમાઈ, કે.જાદવાણીવાળા
સ્વ.વસંતભાઈ, સ્વ.લલિતભાઈ, પ્રશાંતભાઈના પિતાશ્રી, વિશાલભાઈ, જયદિપભાઈ, જીજ્ઞેશભાઈના
દાદાનું અવસાન થયુ છે. બેસણુ તા.8ના સાંજે 4થી પ કેળવણી મંડળ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ,
7/10ના ખૂણે, રાજકોટ છે.
રાજકોટ:
નારાયણભાઈ ભગવાનજીભાઈ આદ્રોજા (રિટાયર્ડ ડિવિઝનલ એકાઉન્ટ્સ ઓફિસર, એ.જી.ઓફિસ, રાજકોટ)
સુરેન્દ્રનગર નિવાસી, હાલ રાજકોટ તે હંસાબેન આદ્રોજા (નિવૃત્ત શિક્ષક સરકારી હાઈસ્કૂલ)ના
પતિ, મનન (પી.આઈ.યુ.આરોગ્ય વિભાગ), સ્નેહા સવાનકુમાર ધામેલિયાના પિતાનું તા.3ના અવસાન
થયું છે.
જોડિયા:
હડિયાણાના નિવાસ સ્વ.મોહનભાઈ લવજીભાઈ આડઠક્કરના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં.74) તે રમાબેનનાં
પતિ, ચેતનભાઈ, પરેશભાઈ અને ભારતીબેન ગણાત્રાના પિતાશ્રી, જે.પી.ગણાત્રા (એડવોકેટ) ધ્રોલના
સસરા, કિશોરભાઈ તથા પ્રશાંતભાઈ તથા દિવ્યાબેન, ચંદ્રિકાબેન અને રેખાબેનના ભાઈ, સ્વ.ભવાનભાઈ
દામજીભાઈ પૂજારા (આમરણ)ના જમાઈ, ભાર્ગવના દાદા, ડૉ.ભૂમિત ગણાત્રા તથા ડૉ.મિહિર ગણાત્રાના
નાનાનું તા.પના અવસાન થયું છે. ઉઠમણું, સસરા પક્ષની સાદડી તા.7ના સાંજે 4થી પ હડિયાણા
મુકામે, તા.જોડિયા તેમના નિવાસ સ્થાને સતવારા સમાજની વાડી પાસે છે.
મોટાવડાળા:
જોટંગિયા ચંદુભાઈ પોપટભાઈ (પટાવાળા-મોટાવડાળા ગ્રામ પંચાયત) તે ધર્મેન્દ્રભાઈના પિતાશ્રી,
વિનોદભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈના ભાઈનું તા.પના અવસાન થયું છે. બેસણું તા.7ના બપોરે
3થી પ જાગનાથ મહાદેવના મંદિરે, મોટા વડાળા છે.