• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

પોરબંદર: મુકુન્દરાય લક્ષ્મીદાસ પાબારી (ઉં.72) તે સ્વ. લક્ષ્મીદાસ ભગવાનજી પાબારીના પુત્ર, લીનાબેન,  દિપ્તીબેન, પ્રકાશભાઇ, કિશનભાઇ, કપીલભાઇના પિતાશ્રી, નલીનભાઇ, જગદીશભાઇ, ઇન્દુબેન, સ્વ. ભારતીબેનના ભાઇ (જામજોધપુરવાળા), ઠાકરશી વેલજીભાઇ નથવાણીના જમાઇનું તા.31ના અવસાન થયું છે. સદગતનું ચક્ષુદાન કરાયું છે.

કેશોદ: મૂળ માંગરોળ નિવાસી જેન્તીગીરી ઝવેરગીરીના પત્ની, હંસાબેન તે દેવેનગીરીના માતુશ્રીનું હંસાબેન તા.1ના અવસાન થયું છે.

પોરબંદર: આરતીબેન અજયભાઇ મોનાણી (ઉં.44) તે વિજયભાઇ, પરેશભાઇના ભાભી, હરિતા, નંદનાના માતુશ્રીનું તા.31ના અવસાન થયું છે.

રાજકોટ: સ્વ. અમીતભાઇ ચંદ્રકાંભાઇ માખેચા મુ. મોટી પાનેલી, હાલ રાજકોટ (ઉં.52) તે ચંદ્રકાંતભાઇ નારણદાસ માખેચાના પુત્ર અને મુકેશભાઇ, પ્રવીણભાઇ, વિજયભાઇના ભત્રીજા, ભાવેશભાઇ, રાજેશભાઇના ભાઇ, શ્રીમતી હીરલબેનના પતિ, દૃષ્ટિના પિતાશ્રી, ડો. મહેશભાઇ જોશીના જમાઇ, ડો. ભાવેશભાઇ જોશીના બનેવીનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણું તા.4ના 4થી 5-30 જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ ખાતે સ્વસુર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: શ્રી ગુજરાતી શ્રીગૌડ માળવિયા બ્રહ્મપરિવારના ગગેસ ગૌત્ર જોષી મૂળ ખોખડદડ હાલ રાજકોટ સ્વ. ફૂલશંકર વનમાળી જોષીના પુત્ર, ધીરજલાલ ફૂલશંકર જોષી (ઉં.88)તે સુધીરભાઇ, ડો. અતુલભાઇ, જાગૃતિબેન નિરંજનકુમાર જોષી, મનીષાબેન હાર્દિકભાઇ ભટ્ટના પિતાશ્રી, આકાશ, કિંજલ, મૈત્રીના દાદા, સ્વ. નલીનભાઇ, સ્વ. જયસુખભાઇ, ભરતભાઇ, સ્વ. અનસુયાબેન એચ. ભટ્ટ, ઇન્દુબેન કે. જોષીના ભાઇ અને સ્વ. ભીમજીભાઇ વનમાળી પાઠકના જમાઇનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.3ના સવારે 9-30થી 11-30 નથુ તુલસી ઔદિચ્ય ઝાલાવાડી, 6-ઢોલરિયાનગર, ગાયત્રીનગર મેઇન રોડ, આશુતોષ હોસ્પિટલ વાળી શેરી, રાજકોટ રાખેલ છે.

મહુવા: સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વિનોદરાય (ઉ.61)તે નિર્મળાબેન હિંમતલાલ ઉપાધ્યાયના પુત્ર, પ્રકાશભાઇ, ભૂપતભાઇ, ભાસ્કરભાઇ  (અમરેલી)ના મોટાભાઇ, અલકાબેન અને ગાયત્રીબેનના જેઠ, ભાવિન, અક્ષિતના મોટા બાપુજીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.4નાં 3-30 થી 6 સરકેશ્વર ભવન, મહુવા ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક