• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ : હરિભાઈ ભોવાનભાઈ કાલાવડિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 584મું ચક્ષુદાન. આ ઓક્ટોબર-ર4 મહિનામાં દસમું (10)મું ચક્ષુદાન છે.

રાજુલા: વાવેરા નિવાસી હાલ રાજુલા દલપતભાઈ જાદવજીભાઈ જાની (ઉં.88)નું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 3થી 6, આહીર સમાજની વાડી, બસ સ્ટેન્ડ પાસે છે.

ડોળાસા: ખખ્ખર અરવિંદભાઈ ગોકળદાસ (ઉં.71) તે રાકેશભાઈ, ઈલાબેન હસમુખલાલ નથવાણી (કોડિનાર), હીનાબેન પ્રવિણકુમાર રાયચડા (કેશોદ), મનીષાબેન ગીરીશકુમાર ચાંદ્રરાણી (અમરેલી), ગીતાબેન મુકેશકુમાર જીમુલીયા (કોડીનાર), નીતાબેન હિતેશકુમાર કાનાબાર (પાલડી), સોનલબેન હાર્દિકકુમાર સોઢા (પાલિતાણા)ના પિતાશ્રી, તે હરેશભાઈ, મધુબેન અનિલકુમાર વિઠલાણી (કોડિનાર)ના મોટાભાઈ, તે ચિરાગભાઈ, કૃણાલભાઈના દાદાનું તા.31ના અવસાન થયું છે. બેસણું તેમના નિવાસ સ્થાને છે.

રાજકોટ: શાંતાબેન રતિભાઈ ભટ્ટી (ઉં.7ર) જીલરિયા નિવાસી તે રતિભાઈ ત્રિકમજીભાઈ ભટ્ટીના પત્ની, દેવભાઈ રતિભાઈ ભટ્ટીના માતુશ્રી, રમેશભાઈ, નીતિનભાઈના કાકીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1ના તેમના નિવાસ સ્થાન જીલરિયા મુકામે છે. દેવગામ નિવાસી સ્વ.ગોવિંદભાઈ શિવાભાઈ ચૌહાણના નાનાબેનનું પિયર પક્ષનું બેસણું સાથે છે.

રાજકોટ: પરસોત્તમભાઈ (પરેશભાઈ) ભીમજીભાઈ રાડિયા (ઉં.77) તે રીટાયર્ડ પ્રિન્સિપાલ-ઘેલાણી કન્યા વિદ્યાલય ભાણવડ (રાડિયા સાહેબ) તે કેયુરભાઈ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) તથા ઉદયભાઈ (એડવોકેટ)ના પિતાશ્રી, સ્વ.નટવરલાલ, અમૃતલાલ, સ્વ.મુળરાજભાઈ, દિનેશભાઈ, મનસુખભાઈના ભાઈ, સ્વ.કંચનબેન નથવાણી અને શ્રીમતી વનીતાબેન સોઢાના ભાઈ, સ્વ.ગોકળદાસ હરિદાસ રાજા (ધોરાજી)ના જમાઈનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણું, સસરાપક્ષની સાદડી તા.1ના સાંજે પથી 6 ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.ચમનભાઈ ડાહ્યાભાઈ રાણપરાના પત્ની કમળાબેન (ઉં.86) તે પ્રકાશભાઈ, રાજીવભાઈ, જયશ્રીબેનના માતુશ્રી, સ્વ.ભગવાનજીભાઈ નકાભાઈ બારભાયાના દીકરીનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તા.1ના સાંજે 4થી પ, ભગવાન ભુવન વાડી, પંચનાથ પ્લોટ, ગોવર્ધનનાથજીની હવેલીની બાજુમાં, રાજકોટ છે.

પોરબંદર: માલતીબેન જમનાદાસ મદલાણી (બોખીરાવાળા) (ઉં.વ.87) તે સ્વ.જમનાદાસ સુંદરજી મદલાણીના પત્ની, દિનેશભાઈ, રમેશભાઈ, હરીશભાઈ, દક્ષાબેન હિંમતલાલ આડતીયાના માતૃશ્રી, ચેતના, પૂજા, નેહા, જયેશ, હિતેશ અને કેયુરના દાદીનું તા.30ના અવસાન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક