• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: વિજયાબેન શાંતિલાલ વસાણીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 583મું ચક્ષુદાન થયેલ છે. આ ઓક્ટોબર-24 મહીનામાં નવમું (9)મું ચક્ષુદાન છે.

બોટાદ: રામાનંદી સાધુ (પાણશીણા) કમળાબેન મંછારામજી કુબાવત (ઉં.100) તે ચંદ્રકાંતભાઈ (સુરેન્દ્રનગર), લલિતકુમાર (બોટાદ), નંદકિશોર વૈષ્ણવ (બોટાદ), દ્વારકાદાસ કુબાવત (રાજકોટ), રંજનબેન નવીનચંદ્ર આચાર્ય (લીમડી)નાં માતુશ્રી, સ્વ.નંદલાલભાઈ પિપાવત (બાવળા), સ્વ.નાગરદાસ પિપાવત (અમદાવાદ) (મહારાજ સમોસા), સ્વ.જગન્નાથ પિપાવત (ઝમરાળા), સ્વ.બળવંતભાઈ પિપાવત (ચાંદખેડા અમદાવાદ), ઈશ્વરદાસ પિપાવત (કારિયાણી), સ્વ.પ્રભુદાસભાઈ પિપાવત (બોટાદ)નાં બેનનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.7નાં સવારે 9થી આખો દિવસ માટે સુરેન્દ્રનગર મુકામે તારામણી ટાઉનશિપ, 80 ફૂટ રોડ, ચંદ્રકાંતભાઈનાં નિવાસસ્થાને છે.

વાંકોનર: ઈન્દુબેન હરગોવિંદભાઈ કોટક (ઉં.87) તે જયેશભાઈ, ભાવનાબેન વિજયકુમાર મહેતા, વર્ષાબેન હિમાંશુભાઈ મહેતાનાં માતુશ્રી, રૂપલબેનનાં સાસુ, અશ્વિનભાઈનાં ભાભી, આશિતભાઈનાં ભાભુ, રાજકોટ નિવાસી કલ્યાણજીભાઈ લક્ષ્મીચંદ ચંદારાણાનાં દીકરી, વાણીબેનનાં દાદીનું તા.ર8ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું તા.1ના છે.

ઘંટિયા, પ્રાચી: હંસાબેન ગોવિંદભાઈ ઝાલા (ઉં.60) તે ગોવિંદભાઈ ભાણાભાઈ ઝાલાનાં પત્ની, અલ્પેશભાઈ તથા વિશાલભાઈના માતુશ્રીનું તા.ર9ના અવસાન થયું છે. બેસણું તા.3ના સવારે 9થી પ ઘંટિયા દ્વારકેશ સોસાયટી ઘંટિયા ફાટક તેમનાં નિવાસસ્થાને છે.

અમરેલી: ગારિયાધાર નિવાસી જશવંતરાય લક્ષ્મીદાસ નથવાણી (બાબુદાદા ચાવાળા) (ઉં.વ.71) તે અલ્પેશભાઈ નથવાણી, વિજયભાઈ નથવાણીના પિતાનું તા.ર9નાં અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા બન્ને પક્ષનું તા.1નાં સાંજે 3થી પ ગારિયાધાર ખાતે નિલકંઠ મહાદેવ મંદિર, અર્જુન સિનેમા પાછળ, પાલિતાણા રોડ, ગારિયાધાર છે.

જસદણ: દશા મોઢ માંડલિયા વણીક હસમુખરાય જમનાદાસભાઈ વડોદરિયાનાં પત્ની મૃદુલાબેન (ઉં.80) તે પરેશભાઈ, સોનલબેન અતુલકુમાર વોરા (સુરેન્દ્રનગર)નાં માતુશ્રી, મુકુંદભાઈ, રસિકભાઈનાં ભાભીનું તા.30ના અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.1ના સાંજે 4થી પ મો.નં. 7778040109, 94295 01073 પર રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક