ભારત નજીકના ભવિષ્યમાં અફઘાનિસ્તાનમાં પુન: પોતાનું દૂતાવાસ શરૂ કરશે તેવી વિદેશમંત્રીની જાહેરાત અનેક રીતે સૂચક અને સાંકેતિક છે. ભારત-અફઘાન સંબંધો નવો વળાંક લઈ રહ્યા છે. ભારતના આ નિર્ણય અને પગલાંથી સ્વાભાવિક રીતે પાકિસ્તાનના પેટમાં ચૂંક ઉપડશે તે નક્કી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષત: ભારતની પાડોશમાં જે સ્થિતિ આકાર લઈ રહી છે, ચીન પાકિસ્તાન તરફથી જે જોખમ છે તેવા સમયે આ વ્યૂહાત્મક પગલું ઘણું ઉપયોગી નિવડી શકે તેમ છે. તાલિબાનની માનસિકતા, શાસન પ્રણાલિ અલબત્ત, આપણી સંસ્કૃતિથી ઘણી અલગ છે પરંતુ સહયોગમાં તે અવરોધક બને નહીં તે રીતે સરકાર આ પગલાં લઈ રહી છે. તાલિબાન તેના કર્તુતો માટે વિશ્વમાં જાણીતું છે. ભારત શાંતીની-વિશ્વગ્રામની વાત કરે છે અને અફઘાનિસ્તાન સાથે નિકટતા પણ કેળવે છે તે સામ સામા
અંતિમો
છે.
ભારતના
આ પગલાને અન્ય દેશો અને આપણે ત્યાં પણ એક મોટો વર્ગ અલગ દ્રષ્ટીકોણથી જોઈ રહ્યો છે.
ભારતને આવી શું જરૂર પડી તેવો પ્રશ્ન પણ થાય છે જોકે આંતરરાષ્ટ્રીય સ્થિતિના અભ્યાસ
પછી આ દિશામાં આગળ વધાયું હશે તેવું માનવું રહ્યું.
વિદેશ
મંત્રી એસ.જયશંકરે શુક્રવારે અફઘાનિસ્તાનના વિદેશમંત્રી આમિરખાન મુત્તાકીને કહ્યું
કે કાબુલમાં ભારત દૂતાવાસ પુન: શરૂ કરશે. તેમણે કહ્યું કે તમારી આ યાત્રા ભારત અને
અફઘાનિસ્તાના સંબંધોને આગળ વધારવા માટે એક જરૂરી પગલું છે. ભારત તમારા દેશના વિકાસમાં
રસ લઈ રહ્યું છે. તમારું શુભચિંતક છે. મુત્તાકીના ઉષ્માભર્યા સ્વાગત પછી જયશંકરે કહ્યું
કે પહેલગામ પ્રહાર, કુનાર નરસંહાર, ધરતીકંપ જેવી ઘટનાઓ પછી મુત્તાકી સાથે તેમણે ફોન
ઉપર વાત કરી હતી પરંતુ આ રુબરુ મુલાકાતનું મહત્વ વધારે છે. બન્ને દેશો પૂર્ણ થઈ ગયેલી
યોજનાઓનું રખોપું કરવા પ્રતિબદ્ધ છે. અધૂરી યોજનાઓ પૂર્ણ કરવા માટે અનેક પ્રાથમિકતાઓ
ઉપર પણ કામ થશે. જયશંકરે અફઘાનિસ્તાન માટે સ્વાસ્થ્ય સંબંધિત 6 યોજનાની પણ
જાહેરાત
કરી.
ભારત
અફઘાનિસ્તાનને એમ્બ્યુલન્સ આપશે, એમઆરઆઈ, સીટીસ્કેનના મશીન પણ આપશે. એનો અર્થ એમ કે
તમામ રીતે સહાય કરવા આપણે તૈયાર છીએ. ધરતીકંપ પીડિતોને પણ સહાય કરવાની તૈયારી દર્શાવાઈ
છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ચર્ચા અનેક રીતે મહત્વપૂર્ણ છે. બન્ને દેશ વચ્ચે
હવાઈ ઉડ્ડયનની સેવા વિસ્તારવા, ભારતની યુનિવર્સિટીઓમાં અફઘાન વિદ્યાર્થીઓ માટે સુવિધા
વધારવા સહિતના પગલાં વિચારાયાં છે. આતંકવાદની સામે સાથે મળીને લડવાનો સંકલ્પ બન્નેએ
વ્યક્ત કર્યો. જો આ મુલાકાત દરમિયાન થયેલી ચર્ચા, પરસ્પર થયેલા વાયદા ખરા ઉતરે તો પાડોશી
દેશોને તકલીફ ઊભી થવાની.