ચાર-પાંચ વર્ષ પહેલાં આખી દુનિયાને દર્દ દેનાર અને વિશ્વની અર્થવ્યવસ્થાઓને અસ્થિર કરી દેનાર કોરોનાએ ફરીવાર એશિયામાં ઉચાટ ફેલાવવા માંડયો છે. આ વખતે ઓમિક્રોનના નવા વેરિયન્ટ જેએન-વન, તેના પેટા વેરિયન્ટ એલએફ-7 અને એનબી-18ને જવાબદાર મનાઈ રહ્યા છે, ભારતમાં પણ નવેસરથી જોવા મળેલાં સંક્રમણથી ફરી એશિયાઈ દેશોની સરકારો સાવધાન થવા માંડી છે. આ નવા વેરિયન્ટ પહેલાં કરતાં વધુ ખતરનાક અથવા વધારે ગતિ સાથે ફેલાય તેવા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, તેમ છતાં ભારત સહિત દેશોની સરકારો શરૂઆતથી જ એલર્ટમોડ પર આવી ગઈ છે. ચિંતાની વાત એ છે કે, કોરોના ગુજરાતમાં દાખલ થઈ ચૂક્યો છે અને અઠવાડિયામાં નવા કેસ નોંધાયા છે.
મે
મહિનાથી શરૂઆતથી સિંગાપુર, હૉંગકૉંગ, ચીન અને થાઇલૅન્ડ જેવા એશિયાઈ દેશોમાં કોવિડ-19ના
નવા વેરિયન્ટના મામલા વધવા માડયા છે. ભારત દેશમાં પણ સંક્રમણ સામે આવ્યું છે. આ વખતે
પણ સૌથી વધુ 69 કેસ સાથે કેરળ મોખરે છે.
ગુજરાતમાં
અમદાવાદમાં વધારે કેસ છે. રાજકોટમાં એક શંકાસ્પદ કેસ છે, દર્દી સિંગાપોર પ્રવાસ કરીને
આવ્યો છે.
નવા
કોવિડ વેરિયન્ટનું સંક્રમણ અત્યાર સૌથી વધુ દક્ષિણ ભારતીય રાજ્યોમાં જોવા મળ્યું છે.
કારોનાનું સંક્રમણ ફરી દેખાતાં એશિયાઈ દેશોમાં ઉચાટ સાથે કોરોના પર નજર માંડી બેઠા
છે. ગભરાવાનું કારણ આ મહામારીનો બિહામણો અનુભવ. ડિસેમ્બર 2019માં ચીનના વૂહાનમાંથી
રહસ્યમય રીતે ફેલાયેલા આ ઘાતક વાયરસે થોડાક મહિનાઓમાં જ દુનિયાભરના અનેક દેશોને ચપેટમાં
લઈ લીધા હતા. માત્ર ત્રણ વર્ષના ગાળામાં કોરાનાની અનેક લહેરોએ દુનિયાભરના 70 લાખથી
વધુ લોકોને પીડા આપી હતી.
વિશ્વ
આરોગ્ય સંગઠન (હૂ)એ 2020માં કોવિડ 19ને વૈશ્વિક મહામારી ઘોષિત કરી દીધી હતી. નવેમ્બર-2023માં
કોરોના વાયરસની છેલ્લી લહેર જોવા મળી હતી. સ્વજનોને એકમેકથી દૂર કરી દેનાર આ ખતરનાક
વાયરસના કેસો ફરી એશિયામાં જોવા મળ્યા છે. સિંગાપુરમાં પહેલી મેથી 19 મે વચ્ચે ત્રણ
હજાર સંક્રમિત સામે આવ્યા હતા. એપ્રિલનાં અંતિમ અઠવાડિયાં સુધી સંક્રમિતોની સંખ્યા
11,100 હતી. આમ, મામલાઓમાં 28 ટકાનો વધારો થયો હતો. કોરોના સદંતર ગયો નથી. હૉંગકૉંગમાં
જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં 81 કોરોનાગ્રસ્ત દર્દી સામે આવ્યા, જેમાંથી 30 સંક્રમિતમાં
મોત થઈ ચૂક્યાં છે. ચીન અને થાઇલૅન્ડમાં પણ ઍલર્ટ જારી કરી દેવાયું છે. મુંબઈની કેઇએસ
હૉસ્પિટલમાં 19મી મેના દિવસે બે કોવિડ સંક્રમિતનાં મોત થયાં હતાં. જોકે, તબીબોએ એવું
સ્પષ્ટ કર્યું હતું કે, એ બન્ને દર્દીનાં મોત જૂની બીમારીઓનાં કારણે થયાં હતાં.
એશિયાઈ
દેશોની સરકારો ઍલર્ટ અને ઍક્શન મોડમાં આવી ગઈ છે અને આરોગ્ય તંત્રોને સક્રિય કરી દીધાં
છે, આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞો સાથે સતત બેઠકો થઈ રહી છે. ખાસ કરીને નબળી રોગપ્રતિકારક
શક્તિ ધરાવતા લોકોને વધુ અસર થતી રોકવાની દિશામાં પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. આપણે સૌ
જાગૃત બનીને તકેદારી લેતા થઈએ એ જરૂરી છે. બજારુ ખોરાકને તિલાંજલિ આપીએ અને સ્વચ્છતાનો
મંત્ર અપનાવીએ એ જરૂરી છે. પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત કંઠસ્થ કરી લેવાની જરૂરી
છે.