ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની મહેચ્છા પાર પડી નહીં તેથી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ખફા ગિન્નાયા છે! ભારત ઉપર પોતાની હાક વાગે છે એમ બતાવવા માટે ‘એપલ’ કંપનીના મુખ્ય અધિકારીને જણાવ્યું છે કે હું ઇચ્છતો નથી કે તમારી કંપની ભારતમાં ઉત્પાદન - વધારે! અખાતના દેશોની મુલાકાતે ગયેલા ટ્રમ્પે જાહેરમાં ‘એપલ’ કંપનીના મુખ્ય સંચાલકનું નામ આપીને જણાવ્યું કે - તમે અમેરિકામાં 500 બિલિયન ડૉલરનું મૂડીરોકાણ કરવાની જાહેરાત સાથે આવવાના હતા અને હવે ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની વાત સંભળાય છે! તમે ભારતમાં મૂડીરોકાણ કરો તેમ હું ઇચ્છતો નથી. ભારત માટે તમે તેટલા પૂરતું ઉત્પાદન કરો - કારણ કે ઇન્ડિયામાં સૌથી વધુ ટેરિફ-વેરા છે તેથી ત્યાં આપણો માલ સામાન વેચવાનું મુશ્કેલ છે!
ટ્રમ્પે
તો જાહેરમાં એમ પણ કહ્યું કે ભારત આપણા સામાન ઉપર ટેરિફ - જકાત બિલકુલ નહીં લેવા તૈયાર
છે! તમે ત્યાં પ્લાન્ટ નાખો નહીં - ભારત તો તેનું ફોડી લેશો...
અમેરિકન
કંપનીના પ્રવક્તાએ નવી દિલ્હીમાં કહ્યું કે ભારતમાં પ્લાન્ટ નાખવાના અમારા પ્લાન યથાવત્
છે. એપલ કંપની ચીન સાથેના સંબંધના અનિશ્ચિત વાતાવરણમાં આઇફોનના તેના પ્લાન્ટ ચીનથી
ભારતમાં ખસેડે છે. આ વર્ષે એપલે ભારતમાં બનાવેલા દોઢ લાખ કરોડ રૂપિયાની કિંમતના ફોન
નિકાસ કર્યા છે. ટ્રમ્પ ગપગોળા અને ધૂમ ધડાકા કરવા દુનિયાભરમાં જાણીતા છે. મધ્યસ્થીના
દાવા અને જાહેરાતને ભારતે રદિયો આપ્યા પછી પણ તેઓ ભારત ઉપર દબાણ કરી રહ્યા છે. અમેરિકન
યુનિવર્સિટીઓ ઉપર દબાણ પછી હવે કંપનીઓ ટ્રમ્પને પડકારશે? કંપનીઓ પોતાનો નફો જોઈને નક્કી
કરે છે અને ભારતે અમેરિકા ઉપર આક્રમણ નથી કર્યું કે કંપની ઉપર સરકાર દબાણ કરી શકે.