દિલ્હી
હાઈ
કોર્ટના
સિનિયર
જજ
જસ્ટિસ
યશવંત
વર્માને
ઘરે
ભારે
માત્રામાં
રોકડ
રકમ
મળી
આવવાનું
પ્રકરણ
મીડિયામાં
આવતાં
ખળભળાટ
મચી
ગયો
છે.
સુપ્રીમ
કોર્ટે
કહ્યું
છે
કે
દિલ્હી
હાઈ
કોર્ટે
ઈનહાઉસ
તપાસ
શરૂ
કરી
દીધી
છે.
તેના
રિપોર્ટની
સમીક્ષા
પછી
આગળની
કાર્યવાહી
થશે.
અમારી
પાસે
જસ્ટિસ
વર્માને
અલાહાબાદ
હાઈ
કોર્ટમાં
ટ્રાન્સફર
કરવાનો
પ્રસ્તાવ
પણ
છે.
તપાસ
અને
ટ્રાન્સફરનો
પ્રસ્તાવ
બન્ને
અલગ
વાત
છે.
મીડિયામાં
સમાચાર
આવ્યા
કે
હોળીના
દિવસે
જસ્ટિસ
વર્માના
સરકારી
બંગલામાં
આગ
લાગી
ત્યારે
જસ્ટિસ
અને
તેમનો
પરિવાર
ઘરે
નહોતો.
કહેવાય
છે
કે
આગ
બુઝાવતી
વેળા
અગ્નિશમન
દળને
ઘરમાંથી
ભારે
માત્રામાં
‘રોકડ’
મળી
હતી.
અહેવાલ
આવ્યા
પછી
શુક્રવારથી
જસ્ટિસ
વર્મા
રજા
પર
રહ્યા
છે.
દિલ્હી
હાઈ
કોર્ટના
ચીફ
જસ્ટિસ
દેવેન્દ્ર
કુમાર
ઉપાધ્યાયની
બેન્ચ
સમક્ષ
વકીલ
સમુદાયે
આ
ઘટનાનો
ઉલ્લેખ
કરતા
ચિંતા
વ્યક્ત
કરી
છે
અને
ભવિષ્યમાં
આવી
ઘટનાઓથી
બચવા
માટે
આકરાં
પગલાં
લેવાની
માગ
કરી
છે.
આના
પર
હાઈ
કોર્ટના
ચીફ
જસ્ટિસે
પણ
કહ્યું
છે
કે
અમને
જાણ
છે
કે
આ
ઘટનાથી
બધા
પરેશાન
છે.
દિલ્હી
હાઈ
કોર્ટની
ઈનહાઉસ
તપાસમાં
શું
બહાર
આવે
છે.
તપાસ
પછી
જસ્ટિસ
વર્માની
ટ્રાન્સફર
અલાહાબાદ
હાઈ
કોર્ટમાં
કરવામાં
આવશે
તો
તે
સંતોષકારક
ઉકેલ
નહીં
લેખવામાં
આવે.
કારણ
કે
ટ્રાન્સફર
તો
સંદેહના
ઘેરામાં
ઘેરાયેલા
એક
જજને
આપવામાં
આવેલું
સંરક્ષણ
જ
લેખાશે.
પ્રશ્ન
એ
પણ
છે
કે
તેમને
ટ્રાન્સફર
કરવાનો
પ્રસ્તાવ
શા
માટે
આવ્યો
અને
એ
પણ
એ
જ
અલાહાબાદ
હાઈ
કોર્ટમાં,
જ્યાં
પહેલાં
તેઓ
નિયુક્ત
હતા.
જસ્ટિસ
વર્મા
વિરુદ્ધ
તપાસ
થઈ
રહી
છે
તો
તેમને
તેમના
પદ
પરથી
રાજીનામું
આપવાનું
કહેવું
જોઈએ,
જેથી
નિષ્પક્ષ
તપાસ
માટે
કોઈ
શંકા
ન
રહે.
નહીં
તો
ખુદ
વર્માએ
પોતાની
સામેની
તપાસનો
રિપોર્ટ
ન
આવે
ત્યાં
સુધી
સુપ્રીમ
કોર્ટથી
દૂર
રહેવાનો
નિર્ણય
લેવો
જોઈએ.
જસ્ટિસ
વર્મા
એક
એવી
બેન્ચનું
નેતૃત્વ
કરી
રહ્યા
છે
જે
વેચાણ
વેરા,
જીએસટી,
કંપની
અપીલ
પ્રકરણોને
જુએ
છે.
પૂરતી
સાવધાની
અને
સંવેદના
સાથે
આ
કેસ
જોવાનો
રહેશે.
આ
પ્રકરણની
ચર્ચા
સંસદ
સુધી
પહોંચી
છે.
દેશના
ખ્યાતનામ
વકીલો
વચ્ચે
પણ
ચર્ચાનો
દોર
છે.
કરોડો
અબજો
રૂપિયાના
કેસ
કોર્ટમાં
હાથ
ધરવામાં
આવે
છે.
અંત: જો
આ
પ્રકરણમાં
કોઈ
ગંભીર
ષડ્યંત્ર
હોય
તો
પણ
આશ્ચર્ય
નહીં
થાય
અને
તપાસ
કરનારા
આ
એંગલથી
પણ
તપાસ
કરશે.
આમ
તો
આ
એક
તથ્ય
છે,
ન્યાયતંત્ર
પર
કલંક
તો
છે,
ઉદાહરણ
તરીકે
2017થી
2021ની
વચ્ચે
ન્યાયિક
ભ્રષ્ટાચાર
સહિત
ન્યાયતંત્રના
કામકાજ
પર
લોક
શિકાયત
નિવારણ
અને
દેખરેખ
પ્રણાલીમાં
1631 ફરિયાદો
મળી
હતી.
દેશના
ચીફ
જસ્ટિસ
ફરિયાદોની
તપાસ,
સુનાવણી
અને
ઉપાય
માટે
સક્ષમ
છે.
લોકો
તો
એ
જ
ઇચ્છશે
કે
તથ્યને
સર્વોચ્ચ
સિંહાસન
પર
બેસાડનારા
ન્યાયના
મંદિરમાં
નૈતિક
બળ
વધતું
રહે.
તેની
સાથો
સાથ
ન્યાયતંત્રના
કોઈપણ
જજ
પરના
ગંભીર
આક્ષેપોમાં
ભીનું
ન
સંકેલાઈ
જાય
તેની
સાવધાની
વર્તવામાં
આવે.
સમયની
માગ
છે
કે
જજોની
નિયુક્તિ
પ્રક્રિયામાં
બદલાવની
પહેલ
નવેસરથી
કરવામાં
આવે.
કારણ
કે
જ્યાં
કૉલેજિયમ
દ્વારા
થતી
નિયુક્તિઓને
લઈ
સવાલ
થતા
રહે
છે
એ
ન્યાયતંત્રની
શાખને
કલંક્તિ
કરવાની
સાથે
જ
આમઆદમીના
વિશ્વાસને
ઓછો
કરવાનું
જ
કામ
કરી
રહ્યા
છે.
ન્યાયતંત્રમાં
ભ્રષ્ટાચાર
છે
એવી
દૃઢ
છાપ
લોકોમાં
ઉપસે
તે
પહેલાં
ન્યાયતંત્રની
સાફસૂફી
માટે
ત્વરિત
પગલાં
લેવા
અતિ
આવશ્યક
છે.