• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

હવામાન ખાતાનાં 150 વર્ષ

ભારતીય હવામાન વિભાગ ‘આઈએમડીનાં 150મા સ્થાપના દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે હવામાન સંબંધી પ્રગતિના માધ્યમથી કટોકટીનું યોગ્ય મૅનેજમેન્ટ કરવાની ક્ષમતાનું સર્જન કર્યું છે, જેનો લાભ ભારતને જ નહીં, વિશ્વના અન્ય દેશોને પણ મળી રહ્યો છે. ભારતના ફ્લૅશ ફ્લડ ગાઈડન્સ સિસ્ટમથી નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પાડોશી દેશોને પણ મદદ મળી રહી છે. ભારતની તત્પરતા અને સહયોગની ભાવનાએ દેશની વિશ્વબંધુની છબીને વધુ શક્તિશાળી બનાવી છે. આ પ્રસંગે એમણે ‘િમશન મૌસમની શરૂઆત કરી અને ‘આઈએમડી વિઝન 2047’ના દસ્તાવેજો બહાર પાડયા છે.

વડા પ્રધાન મોદીએ મોસમ વિજ્ઞાનને કોઈપણ દેશની કટોકટી મૅનેજમેન્ટ ક્ષમતા માટે સૌથી વધુ આવશ્યક સામર્થ્ય હોવાનું જણાવ્યું છે. ભારત આ ક્ષેત્રમાં સતત વિકાસની મહત્તાને સમજ્યું છે, પરિણામે આપણે એવા કુદરતી સંકટોની દિશા બદલવામાં સફળ રહ્યાં છીએ, જેને પહેલાં ‘નસીબકહીને હળવાશથી લેવામાં આવતાં હતાં. 1998માં ગુજરાતના કંડલા અને 1999માં ઓડિશાના વિનાશકારી ચક્રવાતની યાદ અપાવતાં કહ્યું કે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ હવે સચોટ પૂર્વાનુમાનો અને તૈયારીઓથી આપણે હજારો જીવ અને અબજો રૂપિયાના આર્થિક નુકસાનને બચાવવામાં સફળ રહ્યા છીએ. મોદીએ હવામાન વિભાગની મુખ્ય ભૂમિકાને આનું શ્રેય આપ્યું છે.

વાત ચોમાસાની ભવિષ્યવાણીની હોય, ચક્રવાતોની ચેતવણી હોય કે પછી કૃષિ અને સંકટ મૅનેજમેન્ટના આંકડા એકઠા કરવાની હોય, આજે સ્થાપનાનાં દોઢસો વર્ષ પૂરાં કરી રહેલાં, દરેક ભારતીયના જીવનનું અભિન્ન અંગ બની ચૂકેલા ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે આખા વિશ્વમાં અલગ ઓળખ ઊભી કરી છે. આ દેશની વૈજ્ઞાનિક યાત્રાનું પ્રતીક પણ બની ગયું છે. આ અવસરને ચિહ્નિત કરવા માટે વડા પ્રધાન મોદીએ દેશને દરેક મોસમ અને જળવાયુનો સામનો કરવામાં સક્ષમ બનાવવા માટે મહત્ત્વાકાંક્ષી ‘િમશન મૌસમની શરૂઆત કરી છે.  2012માં રાષ્ટ્રીય મોન્સૂન મિશનની શરૂઆત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી કે આના પછી જ વધુ ક્ષમતાવાળા કૉમ્પ્યુટર, નેટવર્કમાં સુધારો અને કૅપ્લર રડાર જેવાં ઉપકરણો આવવાના કારણે સકારાત્મક પરિણામો પણ જણાયાં છે.

હવામાન વિભાગના આંકડા અનુસાર 2014ની સરખામણીમાં 2023માં હવામાન સંબંધી ગંભીર ઘટનાઓ માટે કરવામાં આવેલા પૂર્વાનુમાનોની સચોટતામાં 50 ટકા સુધાર થયો છે, જેનાથી કુદરતી ઘટનાઓ વેળા જાનમાલની હાનિમાં ભારે ઘટાડો થયો છે. આમ છતાં જલવાયુ પરિવર્તને જે રીતે હવામાનની પેટર્નને અનિયમિત બનાવી છે તેણે હવામાન ખાતાની મુશ્કેલીઓ વધારી છે. પૂર્વાનુમાનની સફળતાનો આધાર કેટલા વ્યાપક ક્ષેત્રફળ કે સમય માટે અનુમાન કરવામાં આવે છે તેના ઉપર હોય છે.

ચાર મહિનાના મોન્સૂનના પૂર્વાનુમાન સામાન્ય રીતે સાચા પડે છે. એટલું જ નહીં, ક્ષેત્રીય અને માસિક પૂર્વાનુમાન કાળ પણ સચોટ રહ્યા છે. આ ઉપરાંત, પચાસ કે સો વર્ષમાં એક વેળા બનનારી ઘટનાઓનું મૉડલ સરળતાથી પકડી નથી શકાતું. મુશ્કેલી એ છે કે હવે આવી ઘટનાઓ ચિંતાજનક નિયમિતતાની સાથે બની રહી છે અને નવા પડકારો ઊભા કરી રહી છે. મોસમ વિજ્ઞાન વિભાગની દોઢ સદીની સફર દેશના વૈજ્ઞાનિક વિકાસની કહાની છે, જેનો આગલો અધ્યાય ‘િમશન મૌસમછે. આશા છે કે પડકારોનો ઉકેલ શોધવામાં સફળતા મળે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025