• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

ભારત-ચીન સમજૂતી : આખી દુનિયા ચકિત!

પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા-એલએસીનાં બે સ્થળો   ડેપસાંગ અને ડેમચોકથી ભારત-ચીનની સેનાઓની પાછા હટવાની પ્રક્રિયા પૂરી થઈ છે. હવે પૂર્વની જેમ બન્ને વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે. આ પહેલાં દિવાળીના દિવસે બન્ને દેશોના જવાનો બે-ચાર વર્ષથી એકબીજાનું મોઢું મીઠું કરાવતા હતા. ભારત ચીન વચ્ચે હાલમાં થયેલી સમજૂતી અંતર્ગત મહિનાના અંત સુધી સેનાઓનું પાછળ હટવાનું લક્ષ્ય હતું. આ કાર્ય સમયસર પૂરું થઈ ગયું છે. સમજૂતી તુરંત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે થયેલી મંત્રણા પણ કારગર રહી છે.

ભારત-ચીન સંબંધોમાં નાટકીય રીતે તાણ ઘટવાથી દુનિયાભરમાં આશ્ચર્ય છે. છેલ્લાં ચાર વર્ષથી બન્ને પક્ષ પોતાની વાત પર મક્કમ હતા. શી જિનપિંગનો દિલ્હીને સંદેશ હતો કે સંબંધોની મોટી તસવીર વિશે વિચારતા પહેલાં આવો, સીમા પર જે સ્થિતિ પહેલાં હતી, તેને બહાલ કરવામાં આવે. હવે ચીનના વલણમાં સુધારો થયો હોવાથી ભારતની સ્થિતિ પ્રબળ બની છે.

ચીને વાસ્તવમાં સીમા પર સ્થિરતા કરવા માટે પહેલું પગલું ભરવા સંમતિ બતાવી છે. સેનાની વાપસી શરૂ થઈ ગઈ છે. ચીન હવે વ્યાપક શાંતિ અને સમજૂતી ઈચ્છે છે. મોદી- શી જિનપિંગની બેઠક પછી હવે બન્ને પક્ષોનાં નિવેદનો પછી સંબંધો સામાન્ય બનાવવાની દિશામાં પ્રક્રિયા હવે શરૂ થઈ છે. અનેક લોકો એ વાતથી ચકિત છે કે ચીને ડેપસાંગ અને ડેમચોકના સૌથી વિવાદાસ્પદ મોરચે પોતાના ફાયદાનો દુરાગ્રહ નથી રાખ્યો.

સંભાવનાઓ છતાં નિકટ ભવિષ્યમાં ચીન સાથે સંબંધ થકી કેટલીક મૂળભૂત વિશેષતાઓને મૌલિક રૂપથી નહીં બદલી શકાય, આપણી હિમાલયની સીમા કદાચ સ્થિર જ બની રહેશે. છતાં ભારતે સતત સતર્ક રહેવું પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક