કિવિઝ વિરુદ્ધ પાક. પર હારની લટકતી તલવાર

319 રનના વિજય લક્ષ્યાંક સામે ઝીરોમાં બે વિકેટ ગુમાવી
કરાચી, તા.પ: ન્યુઝિલેન્ડ સામેના બીજા અને આખરી ટેસ્ટમાં પાકિસ્તાન પર હારની તલવાર લટકી રહી છે. આજે મેચના ચોથા દિવસના અંતે 319 રનના વિજય લક્ષ્યાંક સામે પાકિસ્તાને બીજા દાવમાં કંગાળ શરૂઆત કરીને ઝીરોમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આથી ન્યુઝિલેન્ડને હવે જીત માટે આખરી દિવસે 8 વિકેટની જરૂર છે. આજની રમત બંધ રહી ત્યારે ઇમામ ઉલ હકે ઝીરો સાથે ક્રિઝ પર હતો. અબ્દુલ્લાહ શફીક અને મીર હમઝા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતા. કિવિ કપ્તાન સાઉધી અને સોઢીએ વિકેટ લીધી હતી.
આ પહેલા આજે ન્યુઝિલેન્ડે તેનો બીજો દાવ પ વિકેટે 277 રને ડિક્લેર કર્યો હતો. જેમાં બ્લંડેલ અને બ્રેસવેલના 74-74 રન મુખ્ય હતા. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 127 રનની નિર્ણાયક ભાગીદારી થઈ હતી. ટોમ લાથમે 62 અને કેન વિલિયમ્સને 41 રન કર્યા હતા. કિવિઝના પહેલા દાવમાં 449 અને પાક.ના પહેલા દાવમાં 408 રન થયા હતા.

© 2023 Saurashtra Trust