નવી દિલ્હી, તા.પ: ત્રિપુરામાં ભાજપની જનવિશ્વાસ યાત્રાની એક સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તારીખ જાહેર કરી હતી. વડાપ્રધાન મોદીએ પ ઓગસ્ટ, ર0ર0ના રોજ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ક્યારે તૈયાર થશે ? તેની દેશવાસીઓ આતુરતા અને અટકળોનો અંત લાવતા શાહે કહ્યું કે 1 જાન્યુઆરી, ર0ર4 સુધીમાં રામ મંદિર તૈયાર થઈ જશે. તેમણે ત્રિપુરાના લોકોને અયોધ્યાની ટિકિટ બૂક કરાવી લેવા પણ કહ્યંy હતું. જનસભામાં ગૃહમંત્રીએ કહ્યંy કે ર019ની લોકસભા ચૂંટણી દરમિયાન હું ભાજપનો અધ્યક્ષ હતો અને રાહુલ બાબા કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ રોજ પૂછતા હતા કે મંદિર ત્યાં જ બનાવીશું, તિથિ નહીં જણાવીશું. તો રાહુલ બાબા કાન ખોલીને સાંભળી લો 1 જાન્યુઆરી, ર0ર4ના અયોધ્યામાં ગગજચુંબી રામ મંદિર તમને તૈયાર મળશે. માત્ર રામ મંદિર જ નહીં, એકાદ બે વર્ષ જવા દો મા ત્રિપુરસુંદરીનું મંદિર પણ એવું ભવ્ય બનાવાશે કે સમગ્ર દુનિયા અહીં જોવા આવશે.
'
1 જાન્યુઆરી, 2024, રામ મંદિર તૈયાર હશે: અમિત શાહ
