નવી દિલ્હી, તા. પ : રાજસ્થાનમાં શિમલા અને શ્રીનગર કરતાં પણ વધુ ઠંડી નોંધાઈ છે ! લોકપ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં 1ર વર્ષનો રેકોર્ડ તોડતાં બુધવારે રાત્રે તાપમાન માઈનસ 6 ડિગ્રી સે. હતું. જેની સામે શ્રીનગરમાં માઈનસ 4 હતું. ઉત્તર ભારતમાં કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસની અસર ટ્રેનો અને ફલાઈટો પર જોવા મળી હતી. ર1 ફલાઈટ અને 1ર ટ્રેનો મોડી હતી. મુંબઈ અને અમદાવાદથી આવતી ફલાઈટોને નાગપુર અને ભૂવનેશ્વર ડાયવર્ટ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના 1ર શહેર ઠંડાગાર બની ગયા છે. ભોપાલ અને છતરપુરમાં ભીષણ ઠંડી પડી રહી છે.
સમગ્ર ઉત્તર ભારત હાલ કોલ્ડવેવની ઝપટે છે. આગામી પાંચ દિવસમાં દિલ્હી સહિત કેટલાક શહેરોમાં પારો શૂન્યથી નીચે જવાની સંભાવનાને પગલે એલર્ટ જાહેર કરાયું છે. દિલ્હીમાં બુધવારનો દિવસ સીઝનનો સૌથી ઠંડો રહ્યો હતો. લઘુતમ તાપમાન ર.8 ડિગ્રી સે.સુધી ગબડી જતાં ફોગ એલર્ટ સાથે ઠંડીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10 જાન્યુઆરી સુધી ઠંડીમાં રાહત મળે તેવી કોઈ સંભાવના નથી.
દિલ્હીમાં 2.8, માઉન્ટ આબુમાં -6 ડિગ્રી ઠંડી - ઉત્તરમાં કોલ્ડવેવને પગલે એલર્ટ, શિમલા-શ્રીનગર કરતાં આબુમાં ઠંડી વધુ !
