સમ્મેદ શિખર પર્યટન સ્થળ નહીં : કેન્દ્રએ જૈનોની માગ માની

-'' દેશભરમાં વિરોધ પ્રદર્શન બાદ રાજ્ય સરકારને સમ્મેદ શિખરની દેખરેખ માટે સમિતિ બનાવવા નિર્દેશ
'
નવી દિલ્હી, તા. 5 : ઝારખંડમાં આવેલા જૈનોના પવિત્ર તીર્થસ્થળ સમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવામાં આવતા જૈન સમુદાય દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ વિરોધને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના હેઠળ સમ્મેદ શિખર ઉપર પર્યટન અને ઈકો ટુરિઝમ એક્ટિવિટી ઉપર રોક મુકી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગુરૂવારના રોજ ત્રણ વર્ષ પહેલા જારી કરેલો પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે.'' આ સાથે જ આ મુદ્દે એક સમિતિ પણ બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઝારખંડ સરકારને સમ્મેદ શિખરના મુદ્દે જરૂરી પગલા ભરવા કહ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી ગુરૂવારના રોજ જારી નોટિફિકેશનમાં તમામ પર્યટન અનસ ઈકો ટુરિઝમ એક્ટિવિટી' ઉપર રોક મુકવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત પારસનાથ પર્વત ઉપર અન્ય પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકાયો છે.
કેન્દ્રએ કમિટિ બનાવતા કહ્યું છે કે રાજ્ય સરકાર સમિતિમાં જૈન સમુદાયના બે સભ્યોને સામેલ કરે. આ ઉપરાંત એક સભ્યને સ્થાનિક જનજાતિય સમૂદાયમાંથી સામેલ કરવામાં આવે. આ સમિતિ સેન્સિટિવ ઝોનની દેખરેખ કરશે.' કેન્દ્ર સરકારે રાજ્યને 2019ની અધિસૂચનામાં રહેલી ખંડ-3ની જોગવાઈ ઉપર રોક લાદવાનો પણ આદેશ આપ્યો છે. આ નિર્ણય કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવની જૈન સમુદાયના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત બાદ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ બેઠકમાં જૈન સમાજના લોકોને ભરોસો આપ્યો હતો કે મોદી સરકાર સમ્મેદ શિખરની પવિત્રતાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
હકીકતમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયને છેલ્લા ઘણા દિવસોથી પારસનાથ વન્યજીવ અભયારણ્યમાં થનારા પર્યટનના મુદ્દે જૈન સમાજના ઘણા સંગઠનો દ્વારા આવેદન મળી રહ્યા હતા. આ આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, સમ્મેદ શિખરમાં પર્યટન ગતિવિધિઓના કારણે જૈન ધર્મના અનુયાયીઓની ભાવનાને ઠેસ પહોંચી રહી છે. દેશની આબાદીમાં 0.4 ટકા હિસ્સેદારી રાખતો જૈન સમાજ ઝારખંડ સરકારના એ નિર્ણયથી નારાજ હતો. જેમાં તીર્થસ્થળ સમ્મેદ શિખરને પર્યટન સ્થળ બનાવવાની વાત કરવામાં આવી હતી. નારાજ જૈન સમાજના લોકો સડકો ઉપર ધરણા કરી રહ્યા હતા. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના સ્થળોએ જૈનો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જયપુરમાં ધરણા કરી રહેલા જૈન સંતનું નિધન થયું હતું.
---------
પારસનાથ પર્વન ઉપર પ્રતિબંધિત પ્રવૃત્તિ
-શરાબ, ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થનું વેચાણ
-તેજ સંગીત કે લાઉડસ્પીકર વગાડવું
-પાળેલા જાનવરો સાથે આવવું
-અનઅધિકૃત કેમ્પિંગ અને ટ્રેકિંગ
-માંસાહારી ખાદ્ય પદાર્થોના વેચાણ
-જળ ત્રોત, વૃક્ષો, પહાડ વગેરેને નુકસાન પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિ
------------------
ઇકો સેન્સિટીવ ઝોન સામે વાંધો નથી : પ્રમાણ સાગરજી
સમ્મેદ શિખરજી/રાંચી, તા.પ : ઝારખંડમાં જૈન તીર્થ સ્થળ સમ્મેદ શિખરજીને બચાવવા જૈન સમાજે છેડેલા આંદોલન વચ્ચે તીર્થ ખાતે બિરાજમાન જૈન સંત પ્રમાણ સાગરજીએ કહ્યું કે, રાજ્ય સરકાર સમ્મેદ શિખરજીને જૈનોના ધાર્મિક પર્યટન તીર્થસ્થળ તરીકે જાહેર કરે તો આ અંગે વિચાર કરી શકાય છે.
પ્રમાણ સાગરજીએ મીડિયા સાથેની વાતચીતમાં કહયુ કે સમ્મેદ શિખરજી જૈનોનું સર્વસ્વ છે. ધાર્મિક જૈન તીર્થ સ્થળ હોય અને અહીં જે કામ થાય તે ધાર્મિક રીતિ-રિવાજથી થાય, પર્યટન જેવું કોઈ કામ ન થાય. રાજ્ય સરકાર તરફથી હજૂ સત્તાવાર રીતે કોઈ બાબત સામે આવી નથી. કેન્દ્ર સરકારે આ તીર્થને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યું છે તેની સામે કોઈ વાંધો નથી.' વધુમાં તેમણે કહ્યંy કે, ઝારખંડ સરકારે સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળ બનાવવાનો નિર્ણય ર019માં લઇનોટિફિકેશન જરૂર કર્યું પરંતુ તેની જાણ જૈન સમાજને કરી ન હતી. કોઈ માધ્યમોમાં પણ જાહેર કરવામાં આવ્યું ન હતુ. અહીંની સ્થાનિક સંસ્થાઓને સત્તાવાર જાણ કરાઈ હોત તો જૈન સમાજ વિચાર કરત પરંતુ આવું થયું નથી. વચ્ચે કોરોના આવી ગયો જેમાં આખો દેશ અટવાઈ ગયો હતો. પછી લોકોને જેમ જેમ ખબર પડી તેઓ સામે આવ્યા. 6 મહિનાથી અભિયાન ચાલી રહયુ છે જેણે આજે આ રૂપ લીધું છે. કોઈએ આંદોલનને ઉભું કર્યું નથી. લોકો સ્વયં આંદોલિત થયા છે.

© 2023 Saurashtra Trust