ભારતમાં વિદેશી યુનિ.ના કેમ્પસ ખોલવા તૈયારી

'-માર્ગદર્શિકામાં વિદેશ યુનિવર્સિટીઓએ ભારતમાં તેમનાં કેમ્પસ સ્થાપવા માટે કયા નિયમોનું પાલન કરવું પડશે
નવી દિલ્હી, તા.પ: નવી શિક્ષણ નીતિ ર0ર0માં ભારતના ઉચ્ચ શિક્ષણને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવવાનું કહેવામાં આવ્યું છે. એનઇપી અનુસાર હવે યુજીસીએ ઉચ્ચ શિક્ષણ માટે ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ ખોલવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આજે યુજીસીના ચેરમેન પ્રો.એમ. જગદીશ કુમારે આ માટે તૈયાર કરેલી માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. આ માર્ગદર્શિકામાં વિદેશી યુનિવર્સિટીઓએ ભારતમાં તેમના કેમ્પસ સ્થાપવા માટે ક્યા નિયમોનું પાલન કરવું પડશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.' યુજીસીના ચેરમેન પ્રો. એમ. જગદીશ કુમારે જણાવ્યું હતું કે અહીં કેમ્પસ સ્થાપવા માટે સૌ પ્રથમ વિદેશી યુનિવર્સિટીઓએ યુજીસીની મંજૂરી લેવી પડશે. આ મંજૂરી માટે તેઓએ યુજીસીના તમામ નિયત નિયમોનું પાલન કરવું પડશે.
ભારતીય વિદ્યાર્થીઓની સાથે વિદેશી વિદ્યાર્થીઓ પણ તે કેમ્પસમાં અભ્યાસ કરી શકશે પરંતુ પ્રવેશ નિયમો અંગે તેમણે કહ્યું કે આ માટે તેઓ પોતાની પ્રક્રિયા અપનાવી શકે છે.
આગળ તેમણે કહ્યું કે, વિશ્વની ટોચની પ00 વિદેશી યુનિવર્સિટીઓની રેન્કિંગમાં આવનારી સંસ્થાઓને જ અહીં કેમ્પસ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય કેમ્પસમાં મહિલાઓની સુરક્ષા અને રેગિંગને લઈને રાજ્ય અને યુજીસીની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. વિદેશી યુનિવર્સિટીઓએ માત્ર ભારતીય કાયદાનો અમલ કરવાનો રહેશે.
'

© 2023 Saurashtra Trust