નવી દિલ્હી, તા. 5 : માઇક્રોસોફ્ટના ચેરમેન સત્યા નડેલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને વચન આપ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાની સંકલ્પનાને પૂરી કરવા માટે કંપની દેશની મદદ કરશે. નડેલા ભારતના ચાર દિવસના પ્રવાસે છે. માઇક્રોસોફ્ટના ચેરમેને પીએમ મોદી સાથેની મુલાકાતને ઉંડા વિચારો વિકસિત કરતી ગણાવી હતી. તેમણે ડિજિટલ રૂપાંતરણનાં માધ્યમથી ટકાઉ અને સમાવેશી આર્થિક વૃદ્ધિ ઉપર સરકારના ભારની પણ સરાહના કરી હતી.
'
મોદીને મળ્યા માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલા
