‘સોસ્યો’માં રિલાયન્સનો હિસ્સો

‘સોસ્યો’માં રિલાયન્સનો હિસ્સો
100 વર્ષ જૂની ઠંડાપીણા બ્રાન્ડમાં 50 ટકા ભાગીદારી
નવી દિલ્હી, તા. 4 : મુકેશ અંબાણીના નેજા હેઠળ રિલાયન્સ એફએમસીજી સેક્ટરમાં વ્યાપ વધારી રહી છે. કેમ્પા કોલા બાદ રિલાયન્સ વધુ એક સોફટ ડ્રિંક બ્રાન્ડ સોસ્યોમાં રોકાણ કરવા જઈ રહી છે જે 100 વર્ષ જૂની કંપની છે.
બજારમાં રિલાયન્સ સોફટ ડ્રિંક્સ ક્ષેત્રે કોકાકોલા અને પેપ્સીને ટક્કર આપશે. રિલાયન્સ કંઝયૂમર પ્રોડક્ટસ લી. સોસ્યો હજૂરી બેવરેજીસ લી.માં પ0 ટકા ભાગીદારી ખરીદવા જઈ રહી છે. જે ગુજરાતમાં કાર્બોનેટ સોફટ ડ્રિંક્સ અને જ્યૂસ બનાવતી કંપની છે.
રિલાયન્સે મંગળવારે આ અંગે નિવેદનમાં જણાવ્યું કે આ અધિગ્રહણથી કંપનીને પોતાના બેવરેજીસ પોર્ટફોલિયોને મજબૂત બનાવશે. સોસ્યો હજૂરીની સ્થાપના 19ર3માં અબ્બાસ અબ્દુલરહીમ હજૂરીએ કરી હતી. કંપનીના વર્તમાન પ્રમોટર્સ હજૂરી પરિવાર છે. જે સોસ્યો બ્રાન્ડ હેઠળ બિઝનેસનું સંચાલન કરે છે. કંપનીના પોર્ટફોલિયોમાં સોસ્યો, કશ્મીરા, લેમી, ગિનમિલ, રનર, ઓપનર, હજૂરી સોડા સહિત 100 જેટલી ફલેવર છે. રિલાયન્સ સાથે હાથ મિલાવવાથી સોસ્યો બ્રાન્ડને વિકાસની નવી તકો મળશે.

© 2023 Saurashtra Trust