કોલેજિયમ વ્યવસ્થા છે ત્યાં સુધી માનવી પડશે : સુપ્રીમ કેન્દ્રથી નારાજ સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટ વાત

કોલેજિયમ વ્યવસ્થા છે ત્યાં સુધી માનવી પડશે : સુપ્રીમ કેન્દ્રથી નારાજ સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટ વાત
નવી દિલ્હી, તા.8: કોલેજિયમ સિસ્ટમ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બેધડક કહ્યંy છે કે જ્યાં સુધી બીજો કાયદો ન આવે ત્યાં સુધી કોલેજિયમ સિસ્ટમ જ માનવાની રહેશે. કોલેજિયમ સિસ્ટમ અંગે સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે જ્યારે આ મામલે સુનાવણી થઈ તો કોર્ટ કેન્દ્ર સરકારથી નારાજ જોવા મળી.
સુપ્રીમે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી કોલેજિયમ સિસ્ટમ છે ત્યાં સુધી સરકારે તેને માનવી પડશે. સરકાર આ મામલે કોઈ કાયદો ઘડવા ઈચ્છે છે તો ઘડે પરંતુ કોર્ટ પાસે તેની ન્યાયિક સમીક્ષાનો અધિકાર છે. જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યંy કે સરકાર કોલેજિયમની ભલામણોને બે-બે, ત્રણ-ત્રણવાર પુન:વિચાર માટે પરત મોકલે છે અને સરકાર પુન:વિચાર પાછળનું કોઈ ઠોસ કારણ પણ જણાવતી નથી. જેનો સીધો અર્થ એ જ છે કે સરકાર તેમને નિયુક્ત કરવા નથી ઈચ્છતી. તે સુપ્રીમ કોર્ટના ફેંસલાની ભાવના વિરુદ્ધ છે. જસ્ટિસ કૌલે કહ્યંy કે કેન્દ્ર સરકારે કોલેજિયમનાં મોકલેલાં નામોમાંથી 19 નામની ફાઇલ પરત મોકલી દીધી છે. પિંગપોન્ગની આ બેટલ ક્યારે સેટલ થશે ? જ્યારે હાઇ કોર્ટ કોલેજિયમે નામ મોકલી દીધા અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમે પણ તેને પોતાની મંજૂરી આપી દીધી છે તો પછી પરેશાની શું છે ? આ સમગ્ર પ્રક્રિયામાં અનેક કારણ અને આયામ હોય છે. કેટલાક નિયમ છે.
જસ્ટિસ કૌલે વધુમાં કહ્યંy કે જ્યારે તમે (સરકાર) કોઈ કાયદો ઘડે તો અમારી પાસે આશા રાખે છે કે તેને માનવામાં આવે. તેવી જ રીતે અમે કેટલાક નિયમ કાયદા બનાવીએ તો સરકારે પણ તેને માનવા જોઈએ. જો દરેક પોતાના જ નિયમ માનવા લાગશે તો બધુ ઠપ થઈ જશે. આ વિવાદને ટાળી શકાય છે. સરકાર કોઈ યોગ્ય ઉકેલ શોધે.

© 2023 Saurashtra Trust