ચૂંટણીના સિકંદર: દાયકાઓથી અજેય

ચૂંટણીના સિકંદર: દાયકાઓથી અજેય
ક્ષ          મતદારોમાં શિરમોર પબુભા, યોગેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી, પંકજ દેસાઈ, જેઠા ભરવાડ, આર સી પટેલ: જીત નિશ્ચિત
નવી દિલ્હી, તા.8: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની હાર-જીતનાં લેખાંજોખાં વચ્ચે કેટલાક બાહુબલી ઉમેદવારો એવા છે, જેમનો દાયકાઓથી દબદબો રહ્યો છે. ચૂંટણી જંગમાં ઉતરે એટલે તેમની જીત પાક્કી મનાય છે. કેટલાક ઉમેદવારો એવા છે જેઓ સળંગ 6થી 7 વાર ચૂંટણી જીતતા આવ્યા છે. ભાજપના પબુભા માણેક-દ્વારકા અને યોગેશ પટેલ-માંજલપુર તો સળંગ 8 વખત જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. બન્ને 1990થી ચૂંટણી લડતાં આવ્યા છે અને સળંગ વિજય વાવટો ફરકાવ્યો છે.
તે જ રીતે ભાજપના અન્ય નેતાઓ પુરુષોત્તમ સોલંકી-ભાવનગર 7 વખત, પંકજ દેસાઈ-નડિયાદ 6 વખત, જેઠા ભરવાડ-શહેરા પ વખત, આર સી પટેલ-જલાલપોર સળંગ પ વખત ચૂંટપી લડયા અને જીત્યા છે. પબુભાનો ચૂંટણીના મેદાનમાં 3ર વર્ષથી દબદબો છે તો ક્યારેક અપક્ષ તો કયારેક કોંગ્રેસ અને હવે ભાજપથી ચૂંટણી લડયા છે. પક્ષ ગમે તે હોય તેમની જીત નિશ્ચિત હોય છે. આ વખતે કેટલાક નેતાઓ એવા પણ છે જેમની દાયકાઓની વિજયકૂચ અટકી છે. મઘુ શ્રીવાસ્તવ-વાઘોડિયા, છોટુ વસાવા-ઝઘડિયા, કેશુભાઈ નાકરાણી-ગારિયાધાર ચૂંટણી હાર્યા છે.

© 2023 Saurashtra Trust