જામનગરમાં ટ્રકે બાઈકને અડફેટે લેતા મહિલાનું મૃત્યુ :પ્રૌઢ ઘાયલ

રૂ. 80 હજારના વાયરની ચોરી : ઘરમાં પડી જતા વૃદ્ધનું મૃત્યુ
જામનગર, તા.8 : દીગ્જામ સર્કલ પાસેના ઓવરબ્રીજથી હોસ્પિટલ  રોડ પરથી ભવાનસિંહ જાદવસિંહ ચૌહાણ નામના પ્રૌઢ બાઈકમાં તેના પાટલા સાસુ નીરુબેનને બેસાડી પસાર થતા હતા ત્યારે પુરઝડપે ધસી આવેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા બંને ફંગોળાયા હતા અને નીરુબેન પર ટ્રકનું વ્હીલ ફરી વળતા મૃત્યુ નિપજયું હતું અને ભવાનસિંહને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો હતો.
ચોરી : ગણપતનગરમાં જીઈબીના ટીસીમાં લગાવેલ ઈલે.ટીસી કુલ 8 માંથી ઓઈલ અને કોપર કોયલ રૂ.80 હજારની કિંમતના સામાનની તસ્કરો ચોરી કરી નાસી છુટયાની પંકજકુમાર ગોવીદ શાહે ફરિયાદ નોંધાવી હતી.
વૃદ્ધ : ગાયત્રીનગરમાં રહેતા બાબાભા પ્રાણજી જાડેજા નામના વૃદ્ધ સવારે ઘરમાં લઘુશંકા કરવા ઉઠયા હતા ત્યારે રૂમનો દરવાજો ખોલતી વખતે પડી જતા ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.
 

© 2023 Saurashtra Trust