ધ્રાંગધ્રાનાં ખોડુ ગામેથી દાડમની ચોરી કરનાર શખસ ઝડપાયો

ધ્રાંગધ્રાનાં ખોડુ ગામેથી દાડમની ચોરી કરનાર શખસ ઝડપાયો
હળવદના સરા ચોકડી પાસેથી ઝડપી લઈ 4.14 લાખનો મુદ્દામાલ કબજે
વઢવાણ, તા.8: ધ્રાંગધ્રાનાં ખોડુ ગામની સીમમાં વાડીમાંથી દાડમની ચોરી કરનાર શખસને હળવદ પોલીસે સરા ચોકડી પાસેથી ઝડપી લઈ 4.14 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ હળવદ પોલીસે બાતમીના આધારે સરા ચોકડી પાસેથી ઇકો કારના ચાલક સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના અંકેવાળિયા ખાતે રહેતો મુકેશભાઈ ગોરધનભાઈ હળવદિયા નામના શખસને શંકાસ્પદ હાલતમાં મળી આવતા જેની પૂછપરછ દરમિયાન તેની પાસેથી રોકડા રૂા.14,760 મળી આવેલ. જે રૂપિયા પોતાએ ખોડુગામની સીમમાં વ્રજલાલ મગનભાઈ પટેલની વાડીમાંથી દાડમ ચોરીને વેચાણ કરેલના રૂપિયાનું જણાવતા જેને રૂપિયા તથા ઇકોકાર મળી કુલ રૂા.4,14,760ના મુદ્દામાલ સાથે કબજે કરવામાં આવેલ અને મજકૂર ઈસમ વિરુદ્ધ આ બાબતનો જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય જેથી તેની અટકાયત કરવામાં આવેલ છે.

© 2023 Saurashtra Trust